SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી છોડાવ્યો. કેટલાંક દિવસ ત્યાં રહી ધવલશેઠ સાથે આગળ ચાલ્યા. ધવલશેઠનું મન શ્રીપાલકુમારને કેમ મારી નાંખવો અને આ સર્વ પોતાનું કરવું તે વિચારણા પોતાનાં ચાર મિત્રો સાથે કરવા લાગ્યો. ત્યારે ત્રણ મિત્રોએ ના પાડી કે કોઈના ધન તથા સ્ત્રી આપણે ન લેવાય તો આ કુમારે તારાં વાહણ ચલાવ્યા, મહાકાળ રાજા પાસેથી છોડાવ્યા, વિદ્યાધર પાસેથી, છોડાવ્યા આવાં ઉપકારીની લક્ષ્મી અને સ્ત્રી લેવાય જ નહિ. આ પ્રમાણે સાચી સલાહ આપી કે મિત્રો વિદાય થયા ત્યારે ચોથો મિત્ર કહે છે. આ ત્રણ તારાં દુશ્મન છે, સાચો મિત્ર હું છું. તારુ કામ હું કરી આપીશ, શેઠે કહ્યુ સાચી વાત છે તું બોલ શું ઉપાય છે ? ત્યારે તેણે કહ્યુ દોરડાથી બાંધેલા માંચડા પર શ્રીપાલને કોઈ કૌતુક્કી ચઢાવી માંચડાનાં દોરડા કાપી સમુદ્રમાં નાખી દેવી, જેથી તું ધન અને સ્ત્રીનો માલિક થઈ શકીશ. - હવે એક દિવસ પ્રભાતે મંચ પર ચઢેલા ધવલે કુમારને કહ્યુ - કુમાર ! જલદી અહીં આવો ! જુઓ ! બે મોંઢા વાળો મચ્છ જાય છે. આ પ્રમાણે કહી, કુમારને મંચ પર ચઢાવી પોતે નીચે ઉતરી ગયો અને દોરડા કાપી નાંખ્યા. અને કુમારને સમુદ્રમાં નાંખી દીધા. શ્રીપાલકુમાર પડતાંની સાથે નવપદનું ધ્યાન કરે છે. એના પ્રભાવથી મગરની પીઠ પર બેસી કોંકણ દેશનાં કિનારે આવ્યા. ત્યાં કિનારે રહેલા વનમાં ચંપાના ઝાડ નીચે સૂઈ ગયા. જાગૃત થતાં જ ચારે તરફ સુભટો દ્રષ્ટિ ગોચર થયાં અને વિનંતી કરવા લાગ્યા કે થાણા નગરનાં વસુપાલ રાજાએ તમને આમંત્રણ આપી નગરમાં પ્રવેશ કરાવવા માટે અમને મોકલ્યા છે, માટે તમે આ અશ્વ પર સવારી કરી અમારી સાથે ચાલો. નગરમાં જતાં રાજાએ તેમનો ખૂબ માનપૂર્વક સત્કાર કર્યો. રાજાએ સર્વ હકીકત જણાવતાં કહ્યું કે – એક વખત મારી પુત્રીનાં વર માટે મેં એક નૈમિત્તિકને પૂછયું હતું, ત્યારે તેણે વૈશાખ સુદ દશમના દિવસે દરિયા કાંઠે ચંપાના ઝાડ નીચે સૂતેલો પુરુષ તારી પુત્રીનો વર થશે એમ જણાવેલ તેથી તમોને અહિં લાવવામાં આવ્યા છે. આથી મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. આમ કહી બન્નેનો વિવાહ મહોત્સવ કર્યો. અનેક વસ્તુ આપવા છતાં કુમારે ફકત સ્થગીધર પદની માંગણી કરી.. હવે વહાણમાંથી શ્રીપાલ પડતાની સાથે ધવલે નાવિકો પાસે બૂમાબૂમ કરી જાણે શોકથી રડતો હોય એમ વિશ્વાસ માટે બાહ્ય-રુદન શરુ કર્યું. આ સમાચાર સાંભળતાં જ બન્ને (30)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy