SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આવીને જોઈ લ્યો અને અમારો ચેપ લેતાં જાઓ. રોગનાં ભયથી સૈનિકો નાશી ગયા. ત્યારબાદ કમલપ્રભા પુત્રયુક્ત ઉજજૈની આવી. શ્રીપાલકુમાર યૌવનવયને પામતાં પહેલાં જ પૂર્વકૃત કર્મનાં યોગે કોઢ રોગથી ઘેરાયા. તે રોગની દવા માટે કમલપ્રભા રાણી કૌશાંબી ગઈ ત્યાં મુનિરાજ પાસે પુત્ર નિરોગી થયો છે. એમ જાણી પાછી આવી. આ મારો શ્રીપાલ નામનો પુત્ર તમારી પુત્રીનો સ્વામી થયો છે. રૂપસુંદરી પણ પોતાનો જમાઈ સિંહરથ રાજાનો પુત્ર છે. એમ જાણી હર્ષિત થઈ છતી તે વાત પુણ્યપાલ રાજાને જણાવી ત્યારબાદ પરિવાર સહ જમાઈને પોતાનાં ઘેર લઈ ગયા. એક વખત પ્રજાપાલ રાજા સવારીએ નીકળ્યા હતા ત્યાં પોતાની પુત્રીને અન્ય પુરુષ સાથે ઝરૂખામાં બેઠેલી જોઈ વિચારવા લાગ્યા કે મારી પુત્રીએ કુળ કલંકિત કર્યું અને કોધોધ એવાં મે પણ અયોગ્ય કર્યું જેથી મયણાએ બીજો પતિ કર્યો. તે સમયે પુણ્યપાલે આવી રાજાને સર્વ હકીકત જણાવી તે સાંભળી આનંદિત થએલાં રાજા પોતાની પુત્રી તથા જમાઈરાજને બહુમાન પૂર્વક મોટા મહોત્સવ સાથે પોતાનાં ઘેર લઈ ગયા આ વાત સર્વ પ્રજાજનોએ જાણી ત્યારે આશ્ચર્ય મુગ્ધ થયા અને જિનશાસનની અતીવ પ્રભાવના થઈ. એક વખત શ્રીપાલકુમાર રાયવાડીએ જવા નીકળ્યા હતા ત્યાં કોઈ નગરજને પૂછયું, આ કોણ છે ? જવાબ મજ્યો કે રાજાનાં જમાઈ છે. આ સાંભળતાં જ નિરાશ મુખવાળા તે પોતાના મહેલે આવ્યા ત્યારે માતાએ નિરાશાનું કારણ પૂછયું ? શ્રીપાલકુમારે જણાવ્યું આજે નગરમાં મેં જે વાત સાંભળી તેનાથી હું અધમ કોટિમાં આવું છું. ઉત્તમ પુરુષોએ કહ્યુ છે કે – उत्तमा स्वगुणैः ख्याता, मध्यमास्तु पिर्तुगुणैः । अधमा मातुले ख्याता, श्वसुरैख्याताधमाधमाः ॥ તે માટે પરદેશ જવાને ઈચ્છું છું તેથી તમે પુત્રવધુ સાથે આપણા મહેલમાં રહેજો. માતાએ કહ્યું, હે પુત્ર ! મનમાં ખેદ ન કર ! સસરાની મદદ લઈ તારાં પિતાનું રાજ્ય પ્રાપ્ત કર. શ્રીપાલ કુમારે કહ્યુ - સ્વમાની માણસને માટે સસરાની સહાય પણ શરમજનક છે. માટે મારી શક્તિથી જ રાજ્ય મેળવીશ તેથી હે માતા ! સ્વેચ્છાએ મને પરદેશ જવાની રજા આપો માતા કહે - બેટા ! (26)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy