SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ન કર. પરંતુ ઉત્તમ વરને વરી તારું જીવન સફળ કર. ઉંબર રાણાનાં વયણ સાંભળી મયણાસુંદરી આંસુ પાડી કહેવા લાગી કે, હે સ્વામી ! આપ વિચારીને બોલો ! કારણ પાપોદયથી સ્ત્રી અવતાર મલ્યો તેમાં વળી શિયળ રહિત પણું ! જાણે કહોવાયેલી કાંજી ! તેથી મારે તો આપનું શરણ અથવા મરણનું શરણ ! આ પ્રમાણે વાતચીતમાં રાત્રી પસાર થઈ અને પ્રભાત થયું. હવે મયણાસુંદરી ઉબર રાણા સાથે આદીશ્વર ભગવંતના જીનાલયમાં દર્શન માટે ગયાં. ત્યાં મયણાસુંદરીએ મધુરસ્વરથી પ્રસન્નવદને પરમાત્મ સ્તુતિ કરી... जयादिवरराजेन्द्र ! जयप्रथमनायक ! जयप्रथम योगीन्द्र ! जयप्रथमतीर्थप ! તે સમયે પરમાત્માના કંઠમાં રહેલી ફૂલની માળા અને હસ્તકમલમાં રહેલ ફળ શાસનદેવતાએ ઉબર રાણાને આપ્યા અને તેઓએ તે હાથમાં લીધા અને મયણાસુંદરીએ કહ્યુ સ્વામિ ! જિનેશ્વરની કૃપાથી તમને આ બન્ને ચીજ પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ તે બન્ને મુનિચંદ્ર નામના ગુરુ મ. પાસે વંદનાર્થે ગયા અને તેમની દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થતાં જ ગુરુ ભ. પૂછ્યું કે આ તારી સાથે પુરુષોત્તમ કોણ છે ? ત્યારે મયણાસુંદરીએ દુઃખિત હૃદયે સર્વ હકીક્ત જણાવી. અને કહ્યું પ્રભુ ! મને બીજી કોઈ વાતનું દુઃખ નથી પરંતુ મિથ્યાદષ્ટિ આત્માઓ આ પ્રસંગથી જનધર્મની નિંદા કરે છે તેનું મને દુઃખ છે માટે કૃપા કરી આપ એવો કોઈ ઉપાય બતાવો કે જેથી લોકોપવાદ સાથે આ રોગ પણ જાય, ત્યારે તેણીનાં દુઃખથી દુઃખિત એવા ગુરુ મહારાજે દયાળુ-પણાથી નિરવા એવું નવપદ સ્વરુપમય સિદ્ધચક્રની આરાધના કહી અને તે પણ સંસાર વધારનારી નહિ પરંતુ તે આરાધનાથી ભૂતકાળમાં અનંતા આત્મા સિદ્ધિપદને પામ્યા, ભવિષ્યમાં સિદ્ધિને પામશે અને વર્તમાનમાં સિદ્ધ થાય છે. તે સિદ્ધચક્રનું હૃદયમલમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પનાપૂર્વક ધ્યાન કરવું જોઈએ. અને તે પણ સાંત, દાંત, નિરારંભ, ઉપશાંત, જીતેન્દ્રિય અને અપ્રમત્ત બની આસો ચૈત્રમાં આયંબિલના તાપૂર્વક મુનિઓ અને શ્રાવકોએ આરાધના કરવી અને તપ પૂર્ણ થયે વિધિપૂર્વક ઉજમણું કરવું. આ સિદ્ધચક્રની આરાધનાથી ખાંસી, દમ, કુષ્ટ કોઢ, તાપ, ભગંદર, ક્ષય વગેરે રોગ નાશ પામે છે. અને તેનાં પ્રભાવથી દાસત્વ, અંધત્વ, બહિરત્વ, 23)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy