________________
મનોહરગિરિ હતો. ત્યાં પૃથ્વીતલ પર વિચરતા પરમાત્મા મહાવીરદેવ ત્યાં પધાર્યા. નગરવાસીઓનાં ઉપકાર માટે પોતાનાં પ્રથમ ગણધર ગૌતમસ્વામિ મહારાજને રાજગૃહી નગરમાં મોકલ્યા. તે સમયે વધામણી મલતા રોમાંચયુક્ત શરીરવાળા શ્રેણીક મહારાજા પરિવાર સહ ગૌતમસ્વામિજીને વંદનાર્થે ગયા. પાંચ અભિગમ પાળી, ત્રણ પ્રદક્ષિણા કરી ઊચિત સ્થાને વિનયપૂર્વક બેઠા. ત્યારે ગૌતમ સ્વામિજીએ મેઘનાદ સમાન ગંભીર વાણી વડે કરી દાન-શીલ-તપ-ભાવ સ્વરુપ ચાર પ્રકારનાં ધર્મમાં ઉજમાળ બનવું જોઈએ. તેમાં પણ ભાવ ધર્મ શ્રેષ્ઠ છે. તેનાં વિના દાન ધર્મ નિષ્ફળ જાય છે. ભાવધર્મ મનનો વિષય છે. તે સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારે છે. એમાં તે નિરાલંબન દુષ્કર છે. તેના નિયંત્રણ માટે શાસ્ત્રોમાં અનેક આલંબન બતાવ્યા છે. તેમાં સિદ્ધચક્રજી નું ધ્યાન સર્વોત્તમ છે. જેનાં દ્વારા શ્રીપાલ મહારાજા આત્મિક અને ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવા દ્વારા પોતાના આત્માને સંસાર પાર કરનારાં બન્યા છે.
ત્યારે શ્રેણીક મહારાજાએ પૂછ્યું, “હે ભગવન ! શ્રીપાલ મહારાજ કોણ? જેઓએ સિદ્ધચક્રજી કેવી આરાધના કરી કે જે દ્વારા આવું ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું ?” તે વખતે ગૌતમસ્વામિ મ. એ કહ્યું કે, “સિદ્ધયફજીનાં મહિમાને બતાવતું એવું શ્રીપાલ મહારાજાનાં ચરિત્રને તમે સાંભળો.”
આ ભરતક્ષેત્રમાં અવંતિ નામનો દેશ છે. ઉજ્જયિની નગરી છે. તે. નગરમાં સુંદર રીતે પ્રજાનું પાલન કરનારાં એવો પ્રજાપાલ નામે રાજા છે. તે રાજાને અત્યંત સ્વરુપવાન એવી બે મહારાણીઓ છે. પ્રથમ સૌભાગ્યસુંદરી જે મિથ્યાત્વવાસીત હૃદયવાળી છે. બીજી સભ્યત્વવાસીત રૂપસુંદરી નામે રાણી છે. તે બન્ને પરસ્પર શક્ય હોવા છતાં અત્યંત પ્રીતિવાળી હતી તે બન્નેને એક એક રાજકુમારી હતી તેઓનાં નામ અનુકમે સુરસુંદરી અને મયણાસુંદરી એમને ભણાવ વા માટે એમની માતાઓએ પોતાના ધર્મનાં અધ્યાપકો રાખ્યા. તેમાં સુરસુંદરી શૈવ પંડિત શિવભૂતિ પાસે અનેક કલાઓનાં અભ્યાસ કર્યો. અને તેમાં પારંગત બની. મયણાસુંદરી સુબુદ્ધિ પાસે અભ્યાસ કરતા અનેક કલાઓ ઉપરાંત સર્વજ્ઞ પરમાત્માનાં સિદ્ધાંતનો સારો અભ્યાસ કર્યો. બન્નેનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે પોતપોતાના કલાચાર્ય સાથે પિતાજીને વંદન કરવા માટે આવે છે. પ્રજાપાલ મહારાજા પણ આ બન્ને કન્યાના અભ્યાસથી સંતુષ્ટ થયા અને
(19)