SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કઠિન લાગતો નથી જેમ દરિદ્રતાથી કંટાળેલા માણસને ધનના માટે ભૂખ-તરસટાઢ-તડકો-માન-અપમાન બધું સહન કરી શકે છે. તેવી રીતે મોક્ષાર્થી આત્મામાં પણ સહનશક્તિ આવી જાય છે. તપ, તપધર્મ રુપે ત્યારે જ થાય છે જ્યારે તે તપ કોઈપણ જાતની આશંસા અને ગ્લાનિ વગર થતો હોય ત્યારે. તપ કરતાં જો મનમાં કોઈ ઈચ્છા બેઠી હોય કે કોઈના પ્રત્યે ક્રોધ - માન-માયા-પ્રપંચ રમવા પૂર્વક થતો હોય તો તે તપ નિષ્ફળ થાય છે. જે આત્મામાં તપ ગુણ પ્રગટયો હોય તે આત્મા શાસનની અપૂર્વ પ્રભાવના કરી શકે છે તે માટે તપસ્વી અમાએ બ્રહ્મચર્યનું પાલન, જીનેશ્વર ભ. ની પૂજા અને આજ્ઞાપાલન કષાયોના ત્યાગ પૂર્વક તપ કરવો જોઈએ આ પ્રમાણે તપ કરવાથી પૂર્વ કાળમાં અનેક મહર્ષિઓને અનેક પ્રકારની લબ્ધિઓ, શક્તિઓ, પ્રાપ્ત થઈ હતી. આ તપધર્મનું સેવન કરવાથી જે નિકાચીત કર્મો છે તેનો પણ નાશ કરવા આત્મા સમર્થ થાય છે. તે જ ભવમાં મોક્ષે જવાનું જેઓને સુનિશ્ચિત છે એવા તીર્થંકર ભગવંતો પણ કેવલજ્ઞાન પ્રામ થયા પછી પણ તપધર્મનું આરાધન કરે છે. આત્મા આ તપને બાર પ્રકારે આરાધી શકે છે. તે આ પ્રમાણે - અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા એમ છ પ્રકારે બાહ્ય અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ એમ છ પ્રકારે અત્યંતર રીતે થાય છે. અનશન :- અનશન એટલે ૪ પ્રકારનો આહાર છે. તેનો જેમાં સર્વથી અથવા દેશથી ત્યાગ કરાય છે. જેમ કે ઉપવાસ, આયંબીલ વગેરે.. ઉણોદરી - ઉણોદરી એટલે જેમાં પોતાનો જે આહાર હોય તેમાંથી ૧-૨ કોળિયાનો ત્યાગ કરાય તે.... વૃત્તિ સંક્ષેપ :- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દ્વારા પોતાના આત્માની વૃત્તિનો સક્ષેપ કરવા માટે જે અભિગ્રહો ધારણ કરે તે... રસત્યાગ : ૪ પ્રકારની મહાવિગયો અને છ પ્રકારની વિગયોના હમેશ ત્યાગ માટેનો પ્રયત્ન કરવો તે... કાયકલેશ :- લોચ, વિહાર વગેરે શરીરને કષ્ટ સ્વરુપ ફિયાઓ કરવી તે.. સંલીનતા :- સલીનતા એટલે આત્મ સ્થિરતા માટે મન-વચન-કાયાના યોગોને સ્થિર કરવા પોતાનાં અંગોપાંગોને સંકોચી રાખવા તે --17)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy