SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તારવા માટે સમર્થ બની શકે છે કે જ્યારે આત્મામાં ચારિત્ર ગુણ પ્રગટયો હોય જે આત્મામાં ચારિત્ર હોય છે તેનામાં સમ્યત્વ અને જ્ઞાન અવશ્યમેવ હોય છે. આત્મા જ્યારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય કર્મોનાં ઉદયને રોકે છે અને સંજવલન કષાયનો ઉદય વર્તતો હોય ત્યારે આત્મામાં ચારિત્ર ગુણ પ્રગટે છે. આત્મામાં ચારિત્ર ગુણ પ્રગટે એટલે કર્મ આવવાનાં કારણરુપ જે આશ્રવદ્ગારો છે તેને રોકી દે છે. ચારિત્રવંત આત્મા જગતના સમસ્ત પાપોનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરે છે. ભૂતકાળમાં જે જે આત્માઓ મોક્ષ પામ્યા વર્તમાનકાળમાં પામે છે. અને ભવિષ્યકાળમાં પામશે તે દરેક આત્માઓ ચારિત્ર ગુણ પોતાના આત્મામાં પ્રગટાવીને જ પામે છે. આ ચારિત્રની આરાધના દ્વારા મહાઆરંભ અને મહાપરિગ્રહમાં રહેલાં ચક્રવર્તી પણ પોતાના સમસ્ત કર્મમળનો નાશ કરી શકે છે. જો તે ચક્રવર્તી તે ચારિત્રમાર્ગનું આલંબન ન લેતો નરકગતિ તરત જ તેમનું પ્રયાણ થાય છે જે આ ચારિત્ર જીવની આરાધનાથી ઘોર હત્યા કરનારા દ્રઢપ્રહારી જેવા આત્માઓ, પોતાની બહેનની સાથે દુરાચાર સેવનારા ચંદ્રશેખર રાજા, નીચ કુલમાં ઉત્પન્ન થએલા, હરકિશી જેવા ચંડાળ પણ સંસાર સાગર તરી ગયા છે. જે ચારિત્ર અંગીકાર કરવાથી આત્મા ત્રિજગતમાં દેવો અને દાનવોને પણ વંદનીય અને પૂજનીય થાય છે. આત્મા એક વખત ચારિત્ર જીવન અંગીકાર કરે તો તે જ ભવમાં મોક્ષે જાય છે. અને ન જાય તો ૭૮ ભવમાં અવશ્યમેવ મોક્ષમાં જાય છે. તીર્થંકર પરમાત્માને પણ તે જ ભવમાં મોક્ષે જવાનું સુનિશ્ચિત છે. છતાં પણ પોતે ચારિત્ર જીવન અંગીકાર કરે છે. તે ચારિત્ર શાસ્ત્રમાં પાંચ પ્રકારે વર્ણવેલુ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મપરાય અને યથાખ્યાત ચારિત્ર. તેમાં સામાચિક બે પ્રકારે છે. ઈત્વરકથીક અને યાવત્કથીક. ઈન્દર કથીક :- થોડા સમયનું સામાયિક તે - જેમ કે પૌષધ, સામાયિક વગેરે અને ભરત, ઐરાવત ક્ષેત્રમાં પહેલા, છેલ્લા તીર્થંકરના વખતમાં દિક્ષા દિવસથી વડદિક્ષાનાં દિવસ સુધી જે ચારિત્ર હોય છે તે ઈન્વરકથીક સામાયિક
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy