________________
સાધન છે :- દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ....
આપણે સાધ્ય વિભાગની વિચારણા કરી ગયા હવે સાધક વિભાગમાં જે આચારો ને પાળે અને પળાવે તે આચાર્ય શ્રી જૈન શાસનની આરાધના કરવા માટે જ્ઞાની પરમાત્માઓએ આચારોને પાંચ વિભાગમાં ગોઠવેલા છે. પાંચ આચારોનું પાલન કરવાથી સમસ્ત જૈન શાસનની આરાધના થઈ જાય. તે પાંચ આચાર – જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર.
જ્ઞાનાચારનું ૮ પ્રકારે પાલન કરે અને ચતુર્વિધ સંધમાં કરાવે. તે પ્રમાણે દર્શનાચાર ૮ પ્રકારે, ચારિત્રાચાર ૮ પ્રકારે, તપાચાર બાર પ્રકારે અને વીર્યાચાર ત્રણ પકાર છે.
પોતે પાલન કરે અને બીજા પાસે કરાવે. એ આચાર પાલનમાં જે કોઈ સીદાતા હોય, પ્રમાદી હોય તે તેમને સારણા – વારણા - ચોયણા અને પડિચોયણા દ્વારા પ્રેરણા કરી આચારોમાં સ્થિર કરે છે. એ આચાર્ય ભગવંતો પોતાની નિશ્રામાં વર્તતા ચતુર્વિધ સંઘનું હંમેશા ક્ષેમકુશળ ઈચ્છતા હોય છે. અને તે માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. ચતુર્વિધ સંઘમાં પણ કોઈના પર આપત્તિ આવતી હોય તો તે પોતાના જાનના જોખમે પણ તેની રક્ષા માટે કટીબધ્ધ રહે છે. તે આચાર્ય ભગવંતો ૩૬ છત્રીસી, ગુણોથી અલંકૃત હોય છે. હંમેશા શિષ્યોને અપ્રમત્તપણે દેશના આપે છે. અરિહંત પરમાત્માનાં શાસનની સ્થાપના કરે છે. પરંતુ શાસનની સમગ્ર વ્યવસ્થા પૂ. આચાર્ય ભગવંતો જ કરે છે. જે વ્યવસ્થા શાસનના અંત સમય સુધી સુચારુ રૂપે ચાલી રહે છે. પરમાત્માનાં નિર્વાણ બાદ અને કેવલી ભગવંતોના વિરહમયે શાસનદિપક બની ભવ્યાત્માઓને મોક્ષમાર્ગમાં પ્રગતિ કરાવતા રહેવાનો યશ આચાર્ય ભગવંતોને જ મળે છે. પરમાત્માનાં શાસનની પ્રભાવનાના માટે આચાર્ય ભગવંતો પોતાનામાં રહેલ અનેક ગુણો જેવાં કે વાદ શકિત, કવિત્વ શક્તિ, મંત્રબળ, તંત્રબળ, યોગબળ, સમસ્ત મૃતધારક પણું વગેરેનો ઉપયોગ કરે છે.
જે શાસન પ્રભાવનાથી અનેક આત્માઓ પરમાત્માના માર્ગમાં જોડાય છે. માર્ગાભિમુખ થાય છે. હળુકર્મી થાય છે. જૈન શાસનની અંદર એકપણ પદની આરાધના કરવાથી સમસ્ત પદોની આરાધના થાય છે. એક પદની આશાતના કરવાથી સમસ્ત પદની આશાતના થાય છે. આ પ્રમાણે એક આચાર્ય ભગવંતની ભકિત-આરાધના-ઉપાસના કરવાથી સમસ્ત પદ અને ચતુર્વિધ સંઘની ભક્તિ
5