SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સિધ્ધ પદ સિધ્ધચક્રજીમાં બીજું સિધ્ધ પદ . અરિહંત પરમાત્માએ ફરમાવેલા માર્ગની આરાધના કરતાં-કરતાં આત્માને તે આરાધનાનાં ફલ સ્વરુપે જે પદ પ્રાપ્ત થાય છે. તે સિધ્ધ પદ . જગતની અંદર સિધ્ધો અનેક પ્રકારનાં છે. યોગ સિધ્ધ, વિદ્યા સિધ્ધ, તંત્ર સિધ્ધ, શિલ્ય સિધ્ધ, વગેરે સિધ્ધોને અહીં ગ્રહણ ન કરતાં આઠ કર્મથી મુક્ત થએલા ૧૪ રાજલોક ઉપર આવેલ ઈષદ્ધાભાર નામની ફ્ટીક રત્નમય ૪૫ લાખ યોજન વિસ્તારવાલી મધ્યમાં ૮ યોજનની જાડાઈવાલી પછી ધીમે ધીમે પાતલી થતાં થતાં અંત ભાગે માખીની પાંખની જેમ અત્યંત સૂક્ષ્મ થએલી એવી સિદ્ધશીલા ઉપર બીરાજ્યાન થએલ સિધ્ધ ભગવંતો ગ્રહણ કરવાનાં છે. તે સિધ્ધાત્માઓને ભૂખ-તરસ-રોગ-શોક-આધિ-વ્યાધિ અને ઉપાધિનાં કારણ સ્વરપ શરીર હોતું નથી. તે આત્માઓ અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ્ધ સુખ, સાયીક સમિતિ, સાદિ અનંત, સ્થિતિ, અરુપી, અગુરુલઘુ અનંતવીર્યને, ભોગવનારાં છે. તે સિધ્ધ ભગવંતો જ્યારે ત્યાં ઉત્પન્ન થાય છે ત્યારે તેમનાં આત્મપ્રદેશો પોતાનાં શરીરની અવગાહનાના ૨/૩ ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહે છે. જઘન્યથી ૨ હાથના શરીરવાલા આત્માઓ અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની શરીરની અવગાહનાવાલા આત્માઓ સિધ્ધ થઈ શકે. સિધ્ધગતિમાં ઉતકૃષ્ટથી ક્રોડપૂર્વના આયુષ્યવાલા અને જઘન્યથી ૯ વર્ષનાં આયુષ્યવાલા આત્માઓ સિધ્ધ થઈ શકે છે તે આત્માઓનું સુખ સ્વાભિાવિક છે. તે પરદ્રવ્યની અપેક્ષા વગરનું અને સ્વાધીન છે. તે સુખ કદી પણ નષ્ટ થતું નથી. ત્યાંના સુખની તોલે આ જગતનું કોઈપણ જાતનું સુખ આવી શકતું નથી. સિધ્ધના સુખોનું વર્ણન ખુદ કેવલી પરમાત્મા પોતે જાણતા હોવા છતાં પણ જંગલમાં વસતા ભીલની જેમ વર્ણન કરી શકવા. માટે સમર્થ થતાં નથી. સિધ્ધગતિમાં એક આત્માને આશ્રયી સાદિ અનતકાળની સ્થિતિ છે. અને સિધ્ધગતિની અપેક્ષાએ અનાદિ અનંતકાળની સ્થિતિ છે. તે સિધ્ધ ભગવંતોને બીજા દર્શનકારોનાં મતની જેમ પાછું સંસારમાં આવવાનું હોતું નથી. કારણ કે તે આત્માઓએ સંસારમાં ફરી આવવા માટેનાં કારણરુપ જે અષ્ટકર્મની જાળ છે તેનો નાશ કર્યો છે. તે સિધ્ધ ભગવંતો પાંચમા અનંતાની સંખ્યા જેટલા છે. સિધ્ધપણાનો વિરહકાળ જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ મહિના એનાથી 3
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy