________________
(૧૦૫) સિદ્ધચક વર સેવા કીજે, નરભવ લાહો લીજે, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક છીજે,
ભવિજન ભજીએજી........ અવર અનાદિની ચાલ, નિત નિત તજીએજી-૧
દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઈંદાજી ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમી શ્રી જિનચંદા-ભવિ-૨
અજ અવિનાશી અકલ અજરામર, કેવલ દંસણ નાણીજી, અવ્યાબાધ અનંત વીરજ, સિદ્ધ અણમો ગુણખાણી-ભાવિ-૩
વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્ર-રાજ યોગ પીઠ જી, સુમેરુ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઈઠ-ભવિ-૪
અંગ ઉપાંગ નંદી અનુયોગા, છ છેદને મૂલ ચારજી, * દશ પયગ્રા એમ પણચાલીસ, પાઠક તેહનાં ધાર-ભવિ-૫
વેદ ત્રણને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજી, ચૌદ અત્યંતર નવવિધ બાબની, ગ્રંથી તજે મુનિરાય-ભવિ-૬
ઉપશમ ક્ષયઉપશમને ક્ષાયિક, દર્શન ત્રણ પ્રકારજી, શ્રદ્ધા પરિણતી આતમ કેરી, નમીયે વારંવાર-ભવિ-૭ અઠ્ઠાવીસ ચૌદ પટુ દુગ એક, મત્યાદિકનાં જાણજી, એમ એકાવન ભેદે, સાતમે પદ વખાણ ભવિ-૮
નિવૃતિને પ્રવૃતિ ભેદે, ચારિત્ર છે, વ્યવહારેજી નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણામો, નિશ્ચય શુદ્ધ પ્રકાર-ભવિ-૯
બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી, તે તપ નમીયે ભાવ ધરીને, ભવસાયરમાં સેત-ભવિ-૧૦
એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચારજી, દેવગુરુને ધર્મ તે એહમાં, દો તીન ચાર પ્રકાર-ભવિ-૧૧
મારગદેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતજી, સહાયપણું ધરતાં સાધુજી, પ્રણમો એહી જ હેતે-ભવિ-૧૨
વિમલેશ્વર સાન્નિધ્ય કરે તેહની ઉત્તમ છે એ આરાધેજ, પવવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમ હિત સાધે-ભવિ-૧૩
-168