________________
(પ૯) જ્ઞાન નમો પદ સાતમેં, ઉજવળ વર્ણ અનુપ: અગ્નિખૂણે કરો સ્થાપના, પ્રણમે સુર નર ભૂપ .........૧ ભેદ એકાવન તેહના, અથવા પાંચ પ્રમાણ સર્વ પદાર્થ જાણવા, દિપક સમ એ જાણ ............. ૨ દશ દષ્ટાંતે દોહિલો, નરભવ પામ્યો સાર; આરાધો ભવિ જ્ઞાનને, જેમ પામો ભવ પાર .......૩ જ્ઞાન વિના પશુ સારિખા, જાણો આ સંસાર; જ્ઞાન વિના જાણે નહીં, પ્રભુ વીરનાં તત્વ ઉદાર.......૪ એમ સમજી ભવિજન તમે, આરાધો પદ એહ; ભણી ભણાવો સાચવો, શાસ્ત્ર ધરી સસનેહ ..............૫ અનેક જીવ મુક્ત ગયા, જ્ઞાન આરાધી સાર; મુક્તિવિમલ કવિરાયનો, રંગાવિમલ ભવ તાર .....
(૧૦) શ્રી ચારિત્રપદનાં ચૈત્યવંદના અષ્ટમપદ આરાધીયે, ચારિત્ર શિવસુખ દાય; શ્વેતવર્ણ સમરસ ભર્યું, જેહથી ભવ ભેદાય ..........૧ સીત્તેર ભેદ છે એહના, અથવા સત્તર જણ; શુધ્ધ ભાવે આરાધતા, પામે પદ નિર્વાણ ..૨ પખંડ રાજય છોડીને, ચક્રવર્તી સુખકાર; અક્ષયપદ લેવા ભણી, પાળે નિરતિચાર કર્મકક્ષદહન ભણી, ભાવ હુતાશન જાણ ; નિર્મળ મન વચ કાયથી, સેવો ભવિક સુજાણ .....૪ સમકિત શુધ્ધ હોય તેહનું, વળી હોય જ્ઞાન વિલાસ ચારિત્ર વિણ કોઈ નવિ લહે, ભવ અટવીનો પાર ......... કામ ક્રોધ મદ મારીને, આરાધો પદ એહ; મુક્તિવિમલ સુખ આવશે., રંગવિમલ ગુણ ગેહ . ૬
89.