________________
(૮૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા તેમાં ૧૪ વસ્તુ છે. તેમાંને પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાકૃત છે, તેમાં ચોથે કમ પ્રકૃતિ નામે પ્રાભૂત ચોવીસ અનુગદ્વારમય છે. તેમાંથી એ ત્રીજો બંધદય સત્તાનો સંક્ષેપ કહીશ. એ શાસનું મૂલ સવા વાકય છે એમ દેખાડયું.
કેટલી પ્રકૃતિ બાંધતો કેટલી પ્રકૃતિ વેદ, અથવા કેટલી પ્રકૃતિ બાંધતાં અને કેટલી પ્રકૃતિ વેદતાં પ્રકૃતિનાં સત્તાસ્થાન કેટલાં હોય તે સંબંધિ મૂલ અને ઉત્તરપ્રકૃતિને વિષે ભાંગાના વિકલ્પ જાણું લેવાં. અષ્ટવિધ, સમવિધિ અને ષવિધ બંધકને વિશે ઉદય અને સત્તાએ આઠે કર્યો હોય. એકવિધ બંધકને વિષે ત્રણ વિકલ્પ અને બંધના અભાવે એક વિકલ્પ હેય.
જીવસ્થાનને વિષે તથા ગુણસ્થાનને વિષે મૂલ પ્રકૃતિના ભાંગા કહે છે–તેર જીવના ભેદને વિષે સાતને બંધ, આઠનો ઉદય, આતની સત્તા, તથા આઠને બંધ, આઠને ઉદય, આઠની સત્તા. ૨. એક સંજ્ઞા પર્યાપ્તાને વિષે પાંચ ભાંગા હોય. પ્રથમના બે તથા છને બંધ, આઠને ઉદય, આઠની સત્તા. એકનો બંધ, સાતને ઉદય, આઠની સત્તા એકને બંધ, સાતનો ઉદય, સાતની સત્તા. એવં ૫. કેવલિના બે, એકને બંધ, ચારને ઉદય, ચારની સત્તા. ચાર ઉદય, ચારની સત્તા. એવં મુલકર્માના સાત ભાંગા જાણવા. તથા ત્રીજું અને આઠમાથી ચાદમાં ગુણઠાણાસુધિ એક વિકલ્પ. ત્રીજું, આઠમું, નવમું એ ત્રણ ગુણઠાણાને વિષે સાતને બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા. દશમે ગુણઠાણે છને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. અગ્યારમે એનો બંધ, સાતને ઉદય, આઠની સતા. બારમે એકને બંધ, સાતને ઉદય અને સાતની સત્તા. તેરમે એકને બંધ, ચારને ઉદય અને ચારની સત્તા. ચંદમે ચારને ઉદય અને ચારની સત્તા. એવં આઠ ગુણઠાણાને વિષે એક વિકલ્પ જાણો.
પ્રથમથી ત્રીજા શિવાય સાતમા ગુણઠાણાસુધિ સાતને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. આઠને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. એવં છ ગુણઠાણાને વિષે બે વિકલ્પ જાણવા.