________________
જેમના સ્મરણાર્થે આ બુક છપાવવામાં આવી છે
તે નવલબાઇનું સંક્ષિપ્ત
જીવન ચરિત્ર.
સ.
૧૯૬૧ ના જેઠ સુદ ૧૦ ને દિવસે જામનગર પાસેના ધ્રોળ જ નામના ગામમાં તેમનો જન્મ થયે હરે, તેમના પિતાજીનું નામ
તારાચંદ હરજીવન તથા માતુશ્રીનું નામ મેતીબાઈ હતું.
સં. ૧૯૬૯ માં મોતીબાઈ નવલબાઇને આઠ વર્ષનાં મુકી સ્વર્ગવાસી થયાં. બાદ સં. ૧૯૭૪ માં તેમના પિતાશ્રીનો આત્મા પણ આ ફાની દુનિયાનો ત્યાગ કરી સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ વખતે નવલબાઈની ઉમર ફકત ૧૩ વર્ષની હતી. તેમને એક વડીલ બંધુ તથા એક લઘુ બેન છે તે હૈયાત છે.
નવલબાઈના લગ્ન સં. ૧૯૭પ ના માહ માસમાં જામનગરના રહીશ શાહ જેઠાભાઈ કુશલચંદ સાથે થયાં ત્યારે તેમની ઉમર ફકત ૧૪ વર્ષની હોવા છતાં ધર્મવિષયક જ્ઞાન અને ધર્મ પ્રત્યે લાગણી સ્પષ્ટ દેખાતી હતી.
તેઓ દર વર્ષે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવા જતા હતા. સં. ૧૯૮૦ માં તેમણે નવાણું યાત્રા વિધિ સહિત તથા એકાસણાના તાપૂર્વક કરી હતી. જે તેમનો ધર્મ પ્રેમ દેખાડી આપે છે.
સં. ૧૯૮૧માં ચી. જમનાદાસનાં લગ્ન ઘણીજ ધામધુમથી જામનગરમાં કર્યા. તે લગ્ન-વ્યવહાર પૂર્ણ થયા બાદ તથા નવલબાઈનું પાંચમનું તપ પૂર્ણ થવાથી ઉઘાપન (ઉજમણું) કરવાની ભાવના થતાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજની રચના સહિત તે ઉદ્યાપન મહોત્સવ ભવ્ય, મનોરંજક અને ભાવોત્પન્ન કરનારો થયો હતો. જેના દર્શનનો લાભ લેવા આખા ગામના લેકે સિવાય બહારગામથી પણ લોકે આવ્યા હતા, છતાં શાંતિપૂર્વક તે મહોત્સવ પૂર્ણ થયો હતો.