________________
બીજે કર્મગ્રંથ.
( ૧૭ ) સમ્યકત્વી છે, તેઓ દેવાયું બાંધી મનુષ્ય થઈ મોક્ષે જશે તેઓનું સાયિક સમ્યકત્વ આ જન્મનું તે નથી, કારણ પાંચમા આરામાં ઉત્પન્ન થયેલાને ક્ષાયિક થતું નથી, અનંતર પૂર્વ જન્મનું પણ નથી; કારણ કે જે દેવ કે નર્કમાથી આવ્યા હોય તો ત્યાં ક્ષાયિક ઉત્પન્ન થતું નથી. ક્ષાયિક સમ્યકત્વનું ઉત્પાદક સંખ્યાતા વર્ષને આયુવાલે પ્રથમ સંઘયણું જે કાલમાં તીર્થકરે થઇ શક્તા હેાય તે કાલમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય હેય માટે તેમ મનુષ્ય કે તીય*ચ ગતીમાંથી પણ સીધા આવ્યા નથી કારણ કે સંખ્યાતા વર્ષના આયુવાલાને મનુષ્ય તિર્યંચનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. દુપસહસુરી દેવગતિમાંથી મનુષ્યમાં આવ્યા છે એમનું ક્ષાયિક સમ્યકત્વ દેવભવથી પહેલાના ભવનું છે. દેવાયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે તે ભવ ત્યાર પછી દેવને ભવ પછી મનુષ્યને પછી દેવને પછી મનુષ્યને થઈ મેલે જશે. આવી રીતે ક્ષાયિક સમ્યકત્વી કેઇને પાંચ ભવ પણ થાય છે. એ વાત સુચીત થાય છેશ્રી કૃષ્ણને પણ આજ રીતે પાંચ ભવ થાવાના છે. જે ભાવમાં ક્ષાયક ઉત્પન્ન થાય છે તેજ ભવમાં અબદ્ધ આયુ હોય તો મેક્ષે જાય પણ જેને ક્ષાયિક સમ્યકત્વ પૂર્વ જન્મનું હેય. જે એવા ક્ષેત્ર કે કાલમાં ઉત્પન્ન થયે હેય કે ત્યાં અનુકુળ સામગ્રી ન હોય તે તે મનુષ્ય દેવાયુનો બંધ કરી મનુષ્ય થઈ લે જાય છે.
વળી સમકીતના ત્રણ પ્રકાર છે–કારક, રેચક અને દીપક સમકત. પ્રભુના શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ જે કરે તેને કારકસમકીત કહીએ. ૧. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયા કરે નહિ, પણ રૂચિ માત્ર પૂર્ણ હોય તેને રેચકમકીત કહીએ. ૨. પિતે મિથ્યાદષ્ટિ હોય દાખલા તરીકે અંગારમદ્ આચાર્યની માફક ધર્મ કથાદિક સંભળાવીને બીજાને દીપકની માફક દીપાવે અર્થાત બીજાઓને સમકિત પમાડે તેને દીપસમકીત કહીએ.
બીજે કર્મગ્રંથ સમાસ.