SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિમાં છે એમ સમજવું. તેમજ એકેન્દ્રિય જીવોને બીજાઓને ઉપદેશ કર્ણગોચર અસંભવિત છે તે પણ કઈ એવા પ્રકારના ક્ષયપશમને લીધે એમને કાંઈક અવ્યકત અક્ષરને લાભ થાય છે. અને એને લીધે અક્ષરની પાછળ થતજ્ઞાન પણ આવે છે. આ વાતનો સ્વીકાર આવી રીતે કરવો. એમને પશુ આહર આદિની અભિલાષા થાય છે અને અભિલાષા એટલે પ્રાર્થના અને તે પ્રાર્થના પણ “આ વસ્તુ જે મને મળી જાય તો બહુ સારું થાય' ઇત્યાદિ અક્ષર સંયુક્ત જ છે. ત્યારે એ ઉપરથી એકેન્દ્રિય છને પણ કાંઈક અવ્યક્ત અક્ષરની અવશ્ય પ્રાપ્તિ હોય છે એમ સમજવું. આ પ્રમાણે શ્રી નેન્દિસૂત્રની મલયગિરિસૂરિમહારાજની બનાવેલ ટીકામાં લખ્યું છે. (૬૪) જંતુને ભાષા પ્રવર્તક યત્ન વાગ્યાગ કહેવાય છે અને ભાષાને લાયક એવા દ્રવ્યમાંથી ભાષાગુણવાળી જે વાણી બનાવવામાં આવે છે તે ભાષા કહેવાય છે, આમ હોવાથી ભાષા અને વાગ્યેગ-વચનયોગમાં છુટ ભેદ છે. આ સંબંધમાં આવશ્યક બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે “પ્રાણી ભાષાના પગલેને કાગવડે ગ્રહણ કરે છે અને વચનગવડે મૂકે છે.' (૫) છાછવાભિગમ સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે: ઉષ્ણતાથી સિદ્ધ થયેલ રસાદિક આહારને પચાવનારું અને તેજસ્થાની લબ્ધિના નિમિત્તરૂપ આ તેજસ શરીર સર્વ જીવોને હોય છે. (૬૬) દારિક શરીરની ઉત્કૃષ્ટથી તીરછી ગતિ રૂચક હીપ સુધી હોય અને એ જંધાચારણ મુનિ એને હેય. વિદ્યાચારણ તથા વિદ્યાધરની ગતિ નદીશ્વર દ્વીપ સુધી હેય. ઊર્ધ્વગતિ તે ત્રણેની મેરુ પર્વતના પાંડુકવન સુધી જાય. આ પ્રમાણે દ્રવ્ય પ્રકાશ સર્ગ ૩, ગાથા ૧૧૮-૧૯માં કહ્યું છે. (૬૭) વૈક્રિય શરીરવાળાની તીછીં ગતિ અસંખ્યાત દીપસમુદ્રો સુધી જાણવી. આહારક શરીરવાળાની મહાવિદેહ ક્ષેત્ર સુધી. તૈજસ તથા કાર્મણ શરીરવાળાની ગતિ સર્વ લેકમાં હોય, કેમકે એક ભવમાંથી બીજા ભવમાં જતા સર્વ પ્રાણીઓને એ બેઉ શરીર સાથે હેય છે. આ પ્રમાણે દ્રવ્યલેક પ્રકાશ સર્ગ , ક ૧૨૦-૧૨૧માં કહ્યું છે. (૬૮) ઔદારિક શરીરનું પ્રયોજનઃ ધર્માધમેપાન, સુખદુઃખને અનુભવ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિ આપે છે. (૬૯) વિઝિયં શરીરનું પ્રયોજન એક, અનેકત્વ, સમત્વ ભૂલત આદિ આકાશગમન અને સંધને સહાયક થવું વગેરે છે. (૭૦) આહારક શરીરનું પ્રયોજનઃ સમર્થ શંકાઓનું નિવારણ અને જિનેન્દ્રઋદ્ધિ જોવાનું ઇત્યાદિ છે. શાસ્ત્રના વચનો છે કે તીર્થંકર પ્રભુની સમૃદ્ધિ અવલકવા માટે, સમપદોના અર્થના બેધને માટે અને સંશયના ઉચ્છેદને માટે જિનેશ્વર પ્રભુના ચરણે પાસે ગમન કરવું એ આહારક શરીરનું પ્રયોજન છે. (૭૧) જીવોને શરીરમાંથી મૃત્યુની છેલ્લી વખતે નીકળવાના પાંચ દ્વારો છે : પણ, અંધા, હૃદય, મસ્તક અને સર્વ અંગે. પગેથી નીકળે તે નરકગતિગામી, જંધાથી નીકળે તે તિર્યંચગતિગામી, હદયમાંથી નીકળે તે મનુષ્યગતિગામી, મસ્તકથી નીકળે તે દેવગતિગામી અને સર્વાગથી નીકળે તો સિદ્ધિગતિગામી. આ પ્રમાણે સ્થાનાંગ સૂત્રનાં પાંચમા સ્થાનમાં કહ્યું છે. (૭૨) દેવતા અને નારકીના છો તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યો અને મનુષ્યો. જ્યારે છ માસ આયુ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બાંધે. આ પ્રમાણે દ્રવ્યપ્રકાશ સગ ૩, સેક ૯૧ માં કહ્યું છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy