________________
૧૮૫
૬૩. ઉત્કૃષ્ટ કાયરિથતિદ્વાર
પરિચય
વારંવાર તે જ એકેન્દ્રિયાદિ ભોમાં ઉત્પન્ન થવું જેમકે એકેન્દ્રિયમાં મરી ફરી ફરી એકેન્દ્રિય થવું, બેઈન્દ્રિયમાં મરી ફરી ફરી બેઈન્દ્રિય થવું, તેનું નામ કાયસ્થિતિ કહેવાય છે.
જેઓને કાયસ્થિતિ માટે જેવું હોય તેમણે પંચસંગ્રહ, પન્નવણા સૂત્ર પર ૧૮ મું, ઉત્તર ધ્યયન સૂત્ર ૩૬, બૃહસંગ્રહણી ગાથા ૨૮૯ થી આગળ તેમજ દ્રવ્યલેકપ્રકાશ વિગેરે જેવા.
વિવેચન (૧) તેત્રીશ સાગરોપમ. દેવ અવીને ફરી વાર દેવપણે ઉપજ થાય નહિ, તેથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણે જ જાણવી. ઈશાન દેવલોકની અપરિગૃહિતા દેવી આશ્રયી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૫૫ પપમ છે. જુઓ, કાયસ્થિતિ ઠર પન્નવણા સૂત્ર ૧૮ મું પદ, (૨) ત્રણ પલ્યોપમ પૂર્વકાલ પૃથફત અધિક. (૩) અનંતા કાળ. અનંત પુદગલપરાવર્તન, અનંત પુદગલપરાવર્તન કાયસ્થિતિ બતાવી છે તે અસાંવ્યવહારિક છો આશ્રયી સમજવી. ગર્ભજતિર્યંચ આશ્રયી સાત આઠ ભવ મનુષ્યની માફક કાયસ્થિતિ સમજવી. જાએ પન્નવણા સૂત્ર ૧૮મું પદ, (૪) તેત્રીશ સાગરોપમ. નારકી મરણ પામીને ફરી વાર નારકપણે ઉપજતું નથી તેથી તેની ઉતકૃષ્ટ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પ્રમાણે જાણવી. (૫) અનંતા હજાર સાગરોપમ એટલે કે અનંત અવસર્પિણ અને ઉત્સર્પિણી અથવા તે અસંખ્ય પુદ્ગલપરાવર્તન. આ કાયસ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ જાણવી પરંતુ વનસ્પતિ છેડીને બાકીના એકેન્દ્રિયની કાયરિપતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી. બાદર પર્યાપ્ત એકેન્દ્રિયની કાયસ્થિતિને ઉત્કૃષ્ટ કાલ સંખ્યા હજાર વર્ષ. જુઓ, પન્નવણું સૂત્ર ૧૮ માં. સમ પૃથ્વીકાયાદિ સાધારણ પર્યાપ્ત અપર્યાપ્ત, સમનિગોદ પર્યાપ્ત અપર્યાપ્ત, તથા પર્યાપ્ત અપર્યાપ્ત બાદર નિગોદ એમ દરેક ભેદની કાયરિથતિ જધન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતર્મદૂતની છે. આ પ્રમાણે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનરપતિને કાયસ્થિતિને કાલ સમજ. જુઓ પન્નવણા સૂત્ર ૧૮. બાદર પર્યાપ્ત નિમેદપણે અને બાદર અપર્યાપ્ત નિગાદપણે ઉત્પન્ન થતાં જધન્યથી તથા ઉત્કૃષ્ટથી કાયરિથતિને કાલ અંતર્મદૂતને છે. જે પર્યાપ્ત અપર્યાપ્તરૂપ વિશેષણની અપેક્ષા કર્યા વિના સામાન્યથી સક્સને કાયસ્થિતિને કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉપિણી, અવસર્પિણી જાણો. એ પ્રમાણે સૂમ અપૂકાય, સૂક્ષ્મ તેઉકાય, સમ વાયુકાય અને સૂક્ષ્મ વનરપતિકાયને પણ સમજવો. (૬-૮) સામાન્ય વિલેન્દ્રિયની કયરિથતિ સામુદાયિક સંખ્યાતા હજાર વર્ષની છે. સૂક્ષ્મ એકેન્દ્રિયથી આરંભીને સંસી પંચેન્દ્રિય સુધીના અપર્યાપ્ત છે આશ્રયી ઉત્કૃષ્ટ કાયથિતિ અંતર્મુહૂર્તની છે. સંખ્યાતા વર્ષે પર્યાપ્ત બેઈન્દ્રિયના સમજવા.