SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ૪૧, અજીવ ભેદ દ્વાર પરિચય હાથોમાયરામીકા ઢક્ષણH ઉપયોગ અથવા ચેતનાથી રહિત પદાર્થને અજીવ કહેવામાં આવે છે. ચતન્ય લક્ષણ રહિત હોય અને સુખદુઃખને અનુભવ જેને ન હોય તે જડ લક્ષણવાળું અજીવતત્ત્વ કહેવાય છે. પિતાની મુખ્ય અર્થ કિયામાં પ્રવર્તતું ન હોય પરંતુ હવે પછી તે અથંકિયામાં પ્રવર્તાશે તેવું કારણરૂપી અજીવ દ્રવ્ય તે દ્રવ્યજીવ અને પિતાની મુખ્ય અર્થકિયામાં પ્રવર્તતું હોય તે ભાવથી અજીવ દયે છે અથવા પગલાદિ દ્રવ્ય તે દ્રવ્ય અજીવ અને વર્ણદિ પરિણામ તે ભાવ અજીવ. અજીમ પદાર્થના રૂપી અને અરૂપી એ બે વિભાગ પાડવામાં આવ્યા છે. જેને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે રૂપી કહેવાય. પડદ્રવ્યમાં એક પુદગલારિતકાય જ રૂપી છે, શેષ પાંચ અરૂપી છે. અરૂપીમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચારનો સમાવેશ કર્યો છે ત્યારે પુદગલાસ્તિકાય રૂપી છે. અજીવના કુલ ચૌદ ભેદે આ પ્રમાણે જાણવા-મ-૩ ધર્માસ્તિકાયના સકંધ, દેશ અને પ્રદેશ, ૪-૬ અધમસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, ૭-૯ આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ તથા ૧૦-૧૩ મુદ્દગલાસ્તિકાયનાં સ્કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તથા ૧૪ કાળ ધર્માસ્તિકાયઃ-ગમન ક્રિયામાં પરણત [પ્રવૃત્ત થયેલા જીવ અને પુદગલ દ્રવ્યને સહાય કરનાર દ્રવ્ય. જીવ અને પુદગલ દ્રવ્યમાં સ્વાભાવિક ગમનશક્તિ રહેલી છે–તે દ્રવ્ય જ્યારે ગમન કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેમ કરવામાં તેને અન્ય દ્રવ્યની સહાયની જરૂર છે, જેમાં માછલામાં ગમનશક્તિ છે પણ તેને ગમન કરવામાં પાણીની સહાયની જરૂર પડે છે, પાણી સિવાય તે ચાલી શકતા નથી તેવી રીતે ગમન કરવામાં પ્રવૃત્ત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગમન કરવામાં સહાય આપનાર ધમસ્તિકાય નામના દ્રવ્યની જરૂર છે, તે લકવ્યાપી છે. અતિ-પ્રદેશનો, કાય-સમૂહ, જે દ્રવ્યના ઘણા પ્રદેશ હોય તેને “અસ્તિકાય” કહે છે. ધમસ્તિકાયાદિ અખંડ દ્રવ્ય છે, અવયના બનેલા નથી, તેથી તેમાં દેશ અને પ્રદેશ ન હોઈ શકે તે પણ તે લેકવ્યાપી હોવાથી તેના અવયની કલ્પના થઈ શકે છે અર્થાત તેના ક૫ત અવયવો છે. ધમસ્તિકાયના ત્રણ ભેદ જાણવા. ૧ ધ, ૨ દેશ અને ૩ પ્રદેશ. અધર્માસ્તિકાય-સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યને સ્થિતિમાં કારણભૂત છે. જેમ વીસામે લેવા માટે બેસવાની ઈચ્છાવાળા મુસાફરોને વૃક્ષરિથતિનું કારણ થાય છે તેમ સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યને અધમકાય સહા. યક છે. તેના પણ ધમાં તકાયની માફક ત્રણ પ્રકાર જાણવા. • આ કાશાસ્તિકાય- પુદ્ગલ અને જીવને અવકાશ-આશ્રય આપવામાં કારણભૂત આકાશ દ્રવ્ય છે, તેના પણ પૂર્વોક્ત ત્રણ પ્રકાર છે. કાળ-નવીન વસ્તુને જીર્ણ કરે તે કાળ, ભૂતકાળને નાશ થયેલ હોવાથી અને ભવિષ્યકાળની ઉત્પત્તિ નહિ થયેલી હોવાથી કાળ દ્રવ્ય વર્તમાન એક સમયરૂપ છે તેથી તેને સ્કંધ, દેશ ને પ્રવેશરૂપ પ્રકારે થતા નથી, અને પ્રદેશો ન હોવાથી અસ્તિકાય પણ નથી,
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy