________________
પ્રકરણ ૫ : 'પંચરંગહપગરણ (પંચસંપ્રહપ્રકરણ)
૧. આ મૂળ કૃતિ મલયગિરિરસૂરિકૃત સંસ્કૃત ટીકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી ચાર ભાગમાં ઈ. સ. ૧૯૧૦ ઈત્યાદિમાં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ઈ. સ. ૧૯૧૯માં પાંચ દાર (દ્વાર) પૂરતું મૂળ અને એને અંગેની મલયગરિસૂરિકૃત ટીકા
જે. આ સ” તરફથી છપાવાઈ હતી. આને પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે. એના પછીને બીજો ભાગ કે અન્ય ભાગે છપાયેલ હોય તે તે જાણવામાં નથી. આ સંપાદનમાં વિષયની સંક્ષિપ્ત સૂચી નથી કે સામાન્ય કટિની પણ પ્રસ્તાવના નથી તે પછી મલયગિરિસૂરિની ટીકામાંનાં અવતરણની તારવણ, વિશેષનામેની સૂચી ઇત્યાદિની તે આશા જ શી રાખવી? “આગમેદય સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૭માં સંપૂર્ણ મૂળ “પ્રસિદ્ધિ પ્રમાણેની પૂરેપૂરી પજ્ઞ વૃત્તિ સહિત છપાવાયું છે. એમાં પણ વિષયસૂચી ઈત્યાદિ નથી.
મુક્તા. મદિર” તરફથી ભેઈથી ઉપર્યુંકા બંને ટીકા સહિત મૂળ બે ભાગમાં ઈ. સ. ૧૯૩૮ને ૧૯૩૭માં છપાવાયું છે. પ્રથમ બીજો ભાગ છપાયા અને પછી પહેલ છપાયે એટલે આમ કાલવ્યતિક્રમ છે. બને ભાગમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે. બીજા ભાગના પ્રારંભમાં બંને ભાગને અંગે સંસ્કૃતમાં દસ દસ પરિશિષ્ટ છે. તેમાં મલયગિરિસૂરિકૃત ટીકામાં સાક્ષીરૂપે નિર્દેશાયેલા ગ્રંથનાં નામ અને ન્યાયનાં નામ અપાયાં છે. અહીં તે ગ્રંથનાં જ નામે હું નેધું છું :
પ્રથમ ભાગમાં હારિભદ્રીય ધમંસારપ્રકરણ (પત્ર ૧૩), શતકબહુચૂર્ણિ (પત્ર નહઆ ઇત્યાદિ), શતકચૂર્ણિ (પત્ર ૨૦૦આ ઈત્યાદિ) તેમ જ પંચસંગહની સ્વપજ્ઞ ટીકા (પત્ર ૩૭ અને ર૦પ૮).
પરિશિષ્ટની જેમ પણ મનાતી વૃત્તિમાં તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકામાં જે અવતરણે છે તેની અકારાદિક્રમે સૂચી અપાઈ હતી અને સાથે સાથે એનાં મૂળને નિર્દેશ કરાયા હતા તે આ ડભેઈથી પ્રકાશિત આવૃત્તિની ઉપયોગિતા અને મહત્તામાં વૃદ્ધિ થાત.
(અનુસંધાન માટે જુઓ પૃ. ૫૭)