________________
પ્રકરણ ૧] આગમ અને એના અશે વિસ્તારવાળો ગ્રંથ હશે. એના આધારે આ સિદ્ધાંતનું સમગ્ર નિરૂપણ કઈ ગ્રંથમાં કરાયું હોય તો તેનું નામ જાણવામાં નથી. બાકી એના એક અશરૂપ કર્મના સંસારી જીવ સાથેના બંધને અંગેનો ઊહાપોહ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસાવસ્મયભાસ (ગા. ૨૫૧૩-૨૫૩૩)માં નિર્દેશાયેલી ગોષ્ઠા માહિલની નિહુનવતાને પ્રસંગે કરાય છે.
નાણપવાય (જ્ઞાનપ્રવાદ)–આ પાંચમા પુવને મુખ્ય વિષય જ્ઞાન છે. જ્ઞાનને અને કમને ગાઢ સંબંધ છે એટલે મેહનીય કર્મના કષાયરૂપ અંશ વિષે એમાં માહિતી અપાયેલી હોય તો ના નહિ. દિગંબરોના મતે આચાર્ય ગુણધરે કસાયપાહુડનું ઉદ્ધરણ આ પુશ્વના દસમાં વધુ (વસ્તુ)ના “પેજપાહુડ’ નામના ત્રીજા પાહુડ (પ્રાભત)ને આધારે કર્યું છે.
અગ્રાયણીય (અગ્રાયણય)-આ બીજા પુત્રના પાંચમાં વત્થના “કમ્મપડિ' નામના પાહુડરૂ૫ એક અંશના આધારે શિવશર્મસૂરિએ બંધસયગ અને કમ્મપયડિસંગહણુ અને કંઈક વેતાંબરે સત્તરિયા રચ્યાં છે, જ્યારે પુષ્પદંત અને ભૂતબલિ નામના બે દિગંબર આચાર્યોએ છખંડાગમની યોજના કરી છે.
- સંતકમ (સકમન)–ચન્દ્રર્ષિ મહત્તરે સંતકમ્પને ઉપયોગ કર્યો છે અને એની ટીકામાં મલયગિરિસરિઓ આ પાહુડમાંથી કે સમાન નામક કૃતિમાંથી અવતરણો આપ્યાં છે. વળી ધવલા (ભા. ૧, પૃ૨૧) માં પણ તેમ છે.
હવે આપણે ઉપલબ્ધ આગમેમાં જૂનાધિક પ્રમાણમાં કમસિદ્ધાંતનું જે પ્રાસંગિક વિવેચન જેવાય છે તે વિચારીશું:
(૧) ઠાણ (સ્થાન)–આ ત્રીજા અંગમાંનાં નીચે મુજબનાં ક્રમાંકવાળાં સુત (સૂત્ર) અત્રે પ્રસ્તુત છે :