________________
પ્રકરણ ૧૪: કર્મસિદ્ધાન્તનાં અંશ સંબંધી કૃતિઓ
(૧) લસિાર (લબ્ધિસાર) – આ “સિદ્ધાન્તચક્રવતી' નેમિચજે ૬૫૦ ગાથામાં રચેલી કૃતિ છે. એ ગોમેટસારના પરિશિષ્ટની ગરજ સારે છે.
આ લદ્ધિસારના મુખ્ય બે વિભાગો છેઃ (૧) દર્શન- લબ્ધિ અને (૨) ચારિત્ર-લબ્ધિ. પ્રથમ વિભાગમાં ૧૬૫ ગાથા છે જ્યારે દ્વિતીયમાં ગા. ૧૬ ૬ થી ૬૪૭ છે. ત્યાર બાદ પ્રશસ્તિરૂપે ત્રણ પદ્યો છે
વિષય – કર્મોમાં “મેહનીય કર્મ સૌથી બળવાન છે. એના દર્શન–મેહનીય અને ચારિત્ર-મેહનીય એવા બે પ્રકારો પડાય છે. તેમાં દર્શન–મેહનીયને મિથ્યાત્વકર્મ' પણ કહે છે. એ ચારિત્રમોહનીય કરતાં પણ બળમાં ચડિયાતું છે.
- સાર – લહિંસાર એ કસાયપાહુડને અંગેની જયધવલામાં નિર્દેશાયેલા પંદર અધિકારો પૈકી “પશ્ચિમસ્કંધ' નામના છેલ્લા અધિકારના ત્રણ અધિકારના સારરૂપ છે.
ચારિત્ર-લબ્ધિમાં ઉપશમ– ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર એમ બે અધિકાર છે. આમ સમગ્ર કૃતિમાં ત્રણ અધિકાર છે. તેમાં અનુક્રમે ૧૬૫, ૨૨૩ અને ૨૫૮ ગાથાઓ છે.
મિથ્યાત્વકર્મથી મુક્તિ મેળવવા માટે પાંચ લબ્ધિઓનું નિરૂપણ કરાયું છેઃ (૧) ક્ષયોપશમ, (૨) વિશુદ્ધિ, (૩) દેશના,
૧ આ કૃતિ મનોહરલાલ શાસ્ત્રીકૃત છાયા, તથા એમણે રચેલી હિન્દી ભાષાટીકા સહિત “રાહ જૈ૦ શા''માં ઈ. સ. ૧૯૧૬માં છપાવાઈ છે. એનું નામ લબ્ધિસાર ક્ષપણાસારગતિ' રખાયું છે. વિશેષમાં લદિસાર નામની આ જ કૃતિ પણુસાર સહિત “હરિભાઈ દેવકરણ જન ગ્રંથમાલામાં ગ્રંથાંક ૫ તરીકે કલકત્તાથી પ્રકાશિત કરાઈ છે.