________________
પ્રકરણ ૧૩] અવશિષ્ટ કૃતિઓ
(૧) જીવસમાસ, (૨) પ્રકૃતિસમુકીર્તન (૩) સકસ્તવ, (૪) શતક અને (૫) સપ્તતિકા.
આ પાંચનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૨૫૭, ૪૪, ૯૦, ૩૩૯ અને ૫૧૨ (૪૨૮ + ૮૮૪) છે. આમ એકંદર ૧૨૪૨ પદ્ય છે. વચ્ચે વચ્ચે કોઈ કઈ વાર ગદ્યાત્મક લખાણ છે અને એનું પરિમાણુ લગભગ ૭૦૦ શ્લોક જેવડું છે.
વિષય-પ્રથમ સંગ્રહમાના ત્રીજા પત્રમાં ગુણસ્થાને અવસ્થાને, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, માર્ગ અને ઉપયોગને ઉદ્દેશીને “વીસ પ્રરૂપણ હોવાનું કહ્યું છે. બીજા સંગ્રહમાં આઠ મૂળ પ્રકૃતિઓ અને એના અવાંતર ભેદનું નિરૂપણ છે. ત્રીજા સંગ્રહના આદ્ય પદ્યમાં બંધ, ઉદય અને સત્તાના ઉચ્છેદના વકરૂપ સ્તવ કહેવાની પ્રતિજ્ઞા કરી તેનું પાલન કરાયું છે. ચેથા સંગ્રહનાં પદ્ય ૨-૪માં સુચવાયા મુજબ અવસ્થાને અને ગુણ સ્થાનને ઉદ્દેશીને ઉપયોગ અને ગો અને તેના કારણરૂપ બન્ધનું નિરૂપણ છે. પાંચમા સંગ્રહના દ્વિતીય પદ્યમાં કહ્યા પ્રમાણે આમાં કેટલી પ્રકૃતિ બાંધે, કેટલી ભેગવે, સત્વમાં કેટલા સ્થાને છે તેમ જ મૂળ અને ઉત્તર ભંગ કેટલા છે એ બાબતો રજૂ કરાઈ છે.
ક–પ્રસ્તુત કૃતિમાં ત્રણ સ્થળે કર્તાએ પિતાને સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. એ ઉપરથી કર્તાનું નામ ડé છે, એના પિતાનું
૧. પ્રથમ સંગ્રહના દ્વિતીય પદ્યમાં જીવપ્રરૂપણા' કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે.
૨. દ્વિતીય સંગ્રહના આદ્ય પદ્યમાં પ્રકૃતિકીર્તન કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે અને એની પુપિકામાં “પ્રકૃતિકીર્તનને ઉલેખ છે.
૩. આની પુપિકામાં “કમબન્ધાસ્તવને ઉલ્લેખ છે. ૪. આ સપ્તતિકાચૂલિકાના પદ્યોની સંખ્યા છે. ૫. જુઓ ૫. ૧૬૩.