________________
૧૫૪
કમસિદ્ધાન્ત સબંધી સાહિત્ય [ ખંડ ૨: આ પાંચ ગ્રંથના–પ્રકરણોના સંગ્રહરૂપ છે. એનાં સંસ્કૃત નામે નીચે મુજબ છે જ્યારે પાઈય પૃ. ૧૫૫માં મેં આપ્યાં છે :
(૧) જીવસમાસ, (૨) પ્રકૃતિસમુત્કીર્તન, (૩) બધેાદયસત્વયુક્ત પદ યાને ક સ્તવ, (૪) શતક અને (૫) સપ્તતિકા.
આ પૈકી પહેલાં ત્રણ નામે વિષયોતક છે તે અંતિમ બે પરિમાણઘાતક છે.
ગાથાઓની સંખ્યા - આ પાંચ પ્રકરણમાં અનુક્રમે ર૦૬. ૧૨, ૭, ૧૦૫ અને ૭ર ગાથાઓ છે. આમ એકંદર ૪૭૨ ગાથા છે. આ પુસ્તકના પ્રધાન સંપાદકકા વક્તવ્ય” (પૃ. ૬)માં મૂળની ગાથાઓની સંખ્યા ૪૪૫ અને ભાસની ૮૬૪ એમ કહેલે ૧૯૦૯ના ઉલ્લેખ છે જયારે સંપાદકે પિતાની પ્રસ્તાવના (પૃ. ૩૭)માં કુલ્લે ૧૩૨૪ હોવાનું કહ્યું છે. ગદ્યાત્મક લખાણ પાંચ સો લોક જેવડું છે પાઈપ વિત્તિ પ્રમાણે મૂળમાં ૪૧૮ ગાથા છે. પાંચ પ્રકરણમાં મંગલાચરણું તરીકે એકેક ગાથા છે. બીજા પ્રકરણની આવી આદ્ય ગાથાને બાદ કરતાં આ સંપૂર્ણ પ્રકરણ ગદ્યમાં છે.
પ્રણેતા–પ્રસ્તુત પંચસંગહનાં પાંચે પ્રકરણોના કે એ પૈકી કઈ એકના કે તેથી વધારેને પ્રણેતા એક જ હોય તે પણ એ પૈકી કોઈનું પણ નામ જાણવામાં નથી. આ પાંચ પ્રકરણનું પંચસંગહ' એવું નામ પાડનારના – સંગ્રહકારના નામની પણ ખબર નથી.
૧. પ્રધાન સંપાદ તે પં. હીરાલાલ જૈન અને ડે. આ ને. ઉપાધે છે.
૨. આ વક્તવ્ય (પૃ. ૬)માં કહ્યું છે કે ચૌદ પૂર્વે પછી બીજા આગ્રાયણીયના આધારે કસાયપાહુડ રચાય છે. આ કથન કસાયપાહુડની પ્રથમ ગાથા સાથે સુસંગત નથી તેનું શું ? ,
૩. જુઓ પચસંગહની પ્રસ્તાવના (પૃ. ૧૪). ૪ જુઓ પંચસંગહની પ્રસ્તાવના (પૃ. ૨૩).