________________
પ્રકરણ ૧૨ ] છખાગમ (પખણ્ડાગમ) ' નામ
સબમસ્યા ૧ પડિસક્કરણ (પ્રકૃતિ-સમુત્કીર્તન) ૪૬ ૨ ઠાણસમુકિરણ (સ્થાન–સમુત્કીર્તન) ૭ ૫ઢમમહાદંડય (પ્રથમ–મહાદડક) ૪ બિદિયમહાદંડય (દ્વિતીય-મહાદંડક ) ૫ તદય મહાદંડાય (તૃતીય-મહાદંડક) ૬ ઉસસદિબંધ (ઉત્કૃષ્ટ-સ્થિતિ-બંધ) ૭ જહણદિ (જઘન્ય-સ્થિતિ)
૪૩ ૮ સમ્મનુષ્પત્તિ (સમ્યકત્પત્તિ)
૧૬ - ૯ ગદિયાદવ (ગતિકાગતિક્ર)
૨૪૩ પહેલા વિભાગમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને એની ૧૪૮ પ્રકૃતિઓને અધિકાર છે. પ્રત્યેક મૂળ કમ–પ્રકૃતિની કેટલી ઉત્તર પ્રકૃતિઓ એકસાથે બંધાય છે અને એને બંધ કયા કયા ગુણસ્થાનોમાં સંભવે છે એ હકીકત બીજા વિભાગમાં છે. પહેલી વાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર તિર્યંચ અને મનુષ્યને ઉદ્દેશીને કઈ પ્રકૃતિ એ બંધને યોગ્ય છે એ પ્રથમ મહાદંડકમાં, દે અને પહેલી જ નરકના છોને ઉદ્દેશીને દ્વિતીય મહાદંડકમાં અને સાતમી નરકના જીવને ઉદ્દેશીને ત્રીજામાં વિચાર કરાયો છે. આમ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા વિભાગમાં પ્રરૂપણું છે. કર્મોની અધિકમાં અધિક સ્થિતિ અને આબાધા-કાલ વિષે છઠ્ઠા વિભાગમાં નિરૂપણ છે જયારે સાતમા માં જઘન્યથી સ્થિતિ અને આબાધા-કાલનું નિરૂપણ છે. આઠમા ભાગમાં સમ્યકત્વની ઉત્પત્તિને અધિકાર છે. આના ઉપર ધવલામાં વિસ્તૃત, ગંભીર અને સૂક્ષમ વિવેચન છે. પ્રસ્તાવનાકારના મત મુજબ અન્યત્ર એવું વિવેચન નથી; લદ્ધિસારનું વિવેચન પણ આની અપેક્ષાએ બહુ સ્થળ છે. નવમા ભાગમાં સંસારી આત્માની ગતિ અને આગતિને વિચાર કરાયો છે. આ ભાગનાં પહેલાં ૪૩ સૂત્રમાં