________________
૧૩૮
- કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: મૂળ હાથપથીમાં જે પાઠ હોય તે પિતાના મંતવ્યની વિરુદ્ધ જતે જણાય એટલે જ એને ઉડાવી દેવો એ સજજનતાને લાંછનરૂપ અને સત્યનું ખૂન કરવા બરાબર ગણાય.
. છખંડાગમ અને કસાયપાહુડ–ગુણધરાચાર્ય કૃત કસાયપાહુડને છખંડાગમ ઉપર પ્રભાવ પડ્યો છે એમ ક. પા. સુની પ્રસ્તાવના (પૃ.૬)માં ઉલ્લેખ છે. એ વાત સ્વીકારતાં કોઈ અચકાય એટલે અહીં તે આ બે ગ્રથની તુલનારૂપ જે નિર્દેશ આ પ્રસ્તાવના (પૃ ૬-૦)માં કરાયો છે તેની હું નોંધ લઉં છું:
ક. પા. સુ.ની રમી ગાથાના દ્વિતીય ચરણગત પ્રશ્નના ઉત્તરને લગતી પ્રતિજ્ઞા છખડાગામને પ્રથમ મહાદંડકચૂલિકા (સૂત્ર ૧)માં જોવામાં છે જ્યારે ઉત્તર એના પછીનાં ત્રણ મહાદંડકસત્રમાં અપાય છે.
ક. પા. સુ. ની ૨૪મી ગાથાના ઉત્તરાર્ધમાં રજૂ કરાયેલા પ્રશ્નનો ઉત્તર છખંડાગમની સમ્યકત્પત્તિચૂલિકાના સાતમા સૂત્રમાં નજરે પડે છે.
વિશેષમાં ૫મી ગાથા આ અચૂલિકાના નવમા સુર સાથે અને ૧૧૦મી ગાથા આ ચૂલિકાનાં સૂત્ર ૧૨-૧૩ સાથે મળતી આવે છે,
છખંડાગામ અને સવથસિદ્ધિ– છખંડાગમનાં અને ખાસ કરીને “છવટ્ટાણ” નામના એના પહેલા ખંડનાં કેટલાંક સૂત્રે સંસ્કૃત સ્વરૂપમાં સર્વાર્થસિદ્ધિમાં નજરે પડે છે. આની નોંધ આ ખંડના ધવલા સહિત છપાયેલા વિવિધ ભાગોમાં ટિપ્પણરૂપે
.
૧. આ પ્રશ્ન નીચે મુજબ છે:દઈનમેહનો ઉપશમ કરનાર ઈ ઈ પ્રકૃતિએ બાંધે છે? ૨-૫ જુઓ ધવલા (ભા. ૬).