________________
પ્રકરણ ૧૦] એકવીસ આનુષંગિક રચનાઓ વૃત્તિ દ્વારા કર્યું છે અને ગુજરાતી ભાવાનુવાદ ચંદુલાલ માસ્તરે કર્યો છે. ગુણરસ્થાનને લગતી ગાથાઓના ક્રમાંક નીચે મુજબ છે –
૮, ૯, ૨૨-૨૪, ૨૬, ૫૮, ૬૫, ૧૪૪–૧૪૯, ૨૧૯-૨૮, ૨૫૭-૨૧૯ અને ૨૭૭-૨૮૧.
(૪) કુવલયયાલા-આ મનનીય કથા ઉદ્યોતનસૂરિએ ઉકે દક્ષિયચિહન સરિએ એમના પિતાના કથન મુજબ હી દેવીના વચનથી શકસંવત ૭૦૦માં એક દિવસ એાછો હતો ત્યારે પૂર્ણ કરી હતી એમાં કર્મસિદ્ધાંતને લગતી કેટલીક વિગતો પ્રસંગોપાત્ત છૂટીછવાઈ પીરસાઈ છે. જેમકે ભા. ૧, પૃ. ૨૩૦-૨૩૨માં શુભ અને અશુભ કર્મના વિપાકોનો ગતિ, વેદ ઈત્યાદિપૂર્વક નિર્દેશ છે. પૃ. ૨૪૧માં જ્ઞાનાવરણાદિ કર્મોનાં ઉદય, ક્ષય, ક્ષયપશમ અને ઉપશમનાં શાં નિમિત્તો છે એ પ્રશ્ન રજૂ કરાયો છે અને પૃ. ૨૪૨માં કવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષાએ ઉદાહરણ પૂર્વક અને ઉત્તર અપાવે છે.
(૫) ઉપમિતિભવપ્રપંચાથા–આ કથા સિદ્ધર્ષિએ વિ. સં. ૪૬૨માં રચી છે. એ રૂપકાત્મક સાહિત્યને બેનમૂન નમૂનો છે. એમાં કર્મસિદ્ધાન્તને લગતી વિગતો છુટીછવાઈ નજરે પડે છે. એ એકત્રિત કરાવી ઘટે. તેમ કરવામાં શ્રી સિદ્ધર્ષિ નામના પુસ્તકના અંતમાં અપાયેલે વિષયાનુક્રમ સહાયક થઈ પડે તેમ છે.
૧ આ સંપૂર્ણ કૃતિ (મૂળ માત્ર) પ્રથમ ભાગ તરીકે ‘‘સિધી જૈન ન્યમાલા”માં ઈ. સ. ૧૫લ્માં પ્રસિદ્ધ કરાઈ છે. આને ગુજરાતીમાં ભાવાનુવાદ શ્રીહેમસાગરસૂરિજીએ કર્યો છે અને એ છપાવાય છે.
૨ દા. ત. જેમ વરૂપ દ્રવ્ય વડે હણાયેલાને વેદના થાય તેમ મેહનીય કર્મના વિપાકની વેળા થાય.
૩ આ પુસ્તક "જે. ધ. મ. સ.” તરફથી ઈ. સ. ૧૯૩ભાં છપાવાયું છે.