________________
૧૨
ઉસ્થાનિકા
દિગંબરીય કૃતિઓને મેં સ્થાન આપ્યું છે. આગામિક સાહિત્યને બાદ કરતાં બાકીનું સાહિત્ય અનાગમિક છે. એને પ્રારંભ પણ એના અંગભૂત વેતાંબરીય કૃતિઓથી મેં કર્યો છે કે જેથી સંકલનાની સળંગતા સચવાઈ રહે. સદ્ભાગે કેટલીક શ્વેતાંબરીય ગણાતી અનાગમિક કૃતિઓને દિગંબરો પણ અતિપ્રાચીન ગણી એ પ્રત્યે આદર સેવે છે એટલે મારું આ પગલું સમુચિત ગણાશે. આ કૃતિઓના આધારે છે. પંચસંગહની રચના થયેલી મનાય છે. એથી મેં બન્ધસયગાદિ પછી એનું નિરૂપણ ક્યું છે. બન્ધયગાદિ કરતાં તે જરૂર અર્વાચીન અને સંભવતઃ પંચસંગહથી પણ તેવા મનાતા ચાર પ્રાચીન કર્મગ્રંથ છે. આથી એને ક્રમ મેં પંચસંગહ પછી રાખે છે. આ ચાર કર્મ અને બધયગને લક્ષમાં રાખી દેવેન્દ્રસુરિએ પાંચ નવ્ય કર્મ રચ્યા હોવાથી એને આ પછી મેં સ્થાન આપ્યું છે. આ સૂરિના પ્રાયઃ સ્વર્ગવાસ બાદ કર્મવિષયક જે કૃતિઓ
તાંબરોના હાથે રચાઈ છે તેને મેં એકસાથે નિર્દેશ કર્યો છે. ત્યાર બાદ કર્મસિદ્ધાન્તના એકાદ અંશના નિરૂપણરૂપ કૃતિઓનું દિગ્દર્શન કરાવ્યું છે કેમકે એ કૃતિઓ કઈ કર્મસિદ્ધાન્તને પૂરો ખ્યાલ આપે તેવી નથી. આમ કર્મસિદ્ધાન્તને અંગેની સ્વતંત્ર કૃતિઓનું નિરૂપણ પૂર્ણ થતાં મેં એકવીસ આનુષગિક કૃતિઓના પરિચય કાર્યનું હાથ ધર્યું છે.
દ્વિતીય ખંડમાં દિગંબરેના કાલક્રમે યોજાયેલા કર્મવિષયક અને મનનીય ગ્રંથ વિષે મેં યથાસાધન માહિતી આપી છે. એનો પ્રારંભ મેં કસાયપાહુડથી કર્યો છે અને પૂર્ણાહુતિ તિભંગીસારથી કરી છે.
પ્રસ્તુત પુસ્તકમાં કર્મવિષયક ગ્રંથની વિવરણાત્મક અને ૨૧ . આનુષંગિક કૃતિઓને બાજુએ રાખતાં મૌલિક કૃતિઓ ૧૦૯ છે. એમાં ૯૨ શ્વેતાંબરીય છે જ્યારે ૧૭ દિગંબરીય છે.
૧. ૧૮૩+૫+૪+૫+૪+૪=૯ર.