________________
૧૨
વધાવી લીધી. પછી તે મુનિશ્રી “જેનરલ વ્યાખ્યાન વાચસ્પતિ”ના નામે વિશ્વમાં વિખ્યાત થયાં.
વાદિઘટ મુદગર” ગુરૂચરણની પર્યુષાસના કરતાં મુનિશ્રી ગુજરાત પધાર્યા. આણંદનડિયાદ પાસે નરસંડામાં થોડા દિવસની સ્થિરતા થઈ જાહેર ભાષણો ખૂબ થયાં. આર્યસમાજીઓ સામે મૂર્તિમંડનના વ્યાખ્યાનો આપ્યાં. એકદિવસે પૂ. ગુરૂદેવને ત્યાંના શ્રાવકોએ વિનંતિ કરી કે અહીંયાના આર્યસમાજીઓ અમને ખૂબ હેરાન પરેશાન કરે છે ત્યારે પૂ. ગુરૂદેવે ફરમાવ્યું કે અમારા આ વાચસ્પતિજી મૂર્તિપૂજા બરાબર સિદ્ધ કરી દેશે. પૂ. ગુરૂદેવના આદેશને પામીને એમના વિનીત શિષ્ય મૂર્તિપૂજાવિષયક એક કડક જાહેર ભાષણ આપ્યું. જે સાંભળીને આર્યસમાજીઓ ખૂબ ઉકળી ગયા તેથી શ્રાવકો ખૂબ ગભરાયા અને પાછા ગુરૂદેવ પાસે આવ્યા. ગુરૂદેવે કહ્યું કે ગભરાઓ નહિ એઓને કહી દો કે તમારા મોટામાં મોટા પંડિતને બોલાવે એની સાથે વાદ કરશે તે પછી પૂ. વ્યાખ્યાનવાચસ્પતિજી સાથે વાદનું આર્યસમાજીઓએ નક્કી કર્યું. નક્કી કરીને મુનિશ્રીજી સામે વાદ કરવા અનંતકૃષ્ણનામના મોટા પંડિતને વડોદરાથી બોલાવ્યો. હજારોની મેદનીમાં, ગામોગામના લોકોની વચમાં ચાર કલાક શાસ્ત્રાર્થ ચાલ્યો. છેવટમાં વાચસ્પતિજીનો વિજય થયો ને આર્યસમાજો મૂર્તિપૂજા વિરૂધ્ધ બોલતાં બંધ થઈ ગયાં. આજ પણ ત્યાંની જનતા આ વાદના મધુરાં ગીત ગાઈ રહી છે.
પૂજ્ય ગુરૂદેવની સાથે જૈનરત્નમુનિશ્રી ખંભાતમાં ચાતુર્માસ કરી વટાદરા પધાર્યા. વટાદરામાં વ્યાખ્યાન વાચસ્પતિ મુનિશ્રીની દેશનાથી અનેક જૈનેતરોનું આકર્ષણ થયું. નવા જૈનો બનવા લાગ્યાં. જેથી બ્રાહ્મણો ગુસ્સે થયાં અને વાદ કરવા ખંભાતથી પંડિત “મુકુંદસ્વામીને બોલાવ્યો. વાદનો સમય, દિવસ અને વિષય નકકી થયો. પૂ. પં. દાનવિજય મ. મધ્યસ્થ નિમાયા. મુકુંદસ્વામીએ” વેદો અહિંસામય છે અને જૈનધર્મ હિંસામય છે તેને પક્ષ કર્યો અને વાચસ્પતિજીએ તેનું ખંડન સ્વીકાર્યું. આ વાદ બરોબર ત્રણ દિવસ સુધી ચાલ્યો. વાચસ્પતિજીએ હજારો હિંદુઓ અને તેઓના ધર્મગુરૂસમક્ષ સાબિત કરી આપ્યું કે “વેદ હિંસામય છે અને જૈન ધર્મ દયામય છે.”