________________
- સાહિત્યકાર - અજીમગંજ વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા બાદ વિક્રમ સંવત ૧૯૬૩ નું ચાતુર્માસ ગ્વાલિયર રાજ્યમાં આવેલ લશ્કર ખાતે થયું. અહીં પૂજ્ય ગુરૂદેવ વ્યાખ્યાન આપતાં. અચાનક પૂજ્યશ્રીની તબિયત બગડતાં પૂ. મુનિશ્રી લબ્ધિવિજય મ.ને વ્યાખ્યાનપીઠ શોભાવવાનું કાર્ય ગુરૂદેવે સોંપ્યું. મુનિશ્રી લબ્ધિવિજય મ. સૂત્રાધિકારે શાસ્ત્ર વાંચતા અને ભાવનાધિકારે રોજ પોતે ૫૦, નવા શ્લોક બનાવે અને તેનું જ વ્યાખ્યાન આપે. તેઓની પાસે કેવું અદ્ભુત જ્ઞાન હશે કે જેના અનુભવમાંથી રોજ ૫૦ નૂતન લોક બને. આમ એકાદ બે દિવસ નહિ પણ લાગલગાટ બે મહિના સુધી આ ક્રમ ચાલુ જ રહ્યો.
તે સમયે ગુરૂદેવના મુખમાંથી સહસા શબ્દો નીકળી પડ્યાં મુનિ લબ્ધિવિજય વકતા અને કવિ તો છે જ પણ ભવિષ્યમાં મહાન “સાહિત્યકાર થશે.
ન્યાયવિશારદ ત્યાંથી પંજાબમાં–ગુજરાનવાલામાં પૂજ્ય આત્મારામજી મહારાજની ચરણપાદુકાના ઉત્સવ માટે પધાર્યા. ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પરિપૂર્ણ થયો અને ચોમાસું પણ ત્યાં જ થયું.
લબ્ધિવિજયમ નો શાસ્ત્રીય અભ્યાસ ઘણે સુંદર લેવાથી પૂ. આત્મારામજીમ૦ ની સમાધીની જગામાં જ તર્કસંગ્રહ તથા દીનકરી સહ મુક્તાવલી, ટીકા સહ કારિકાવલીનો અભ્યાસ કર્યો તે પછી થોડા સમયમાં સ્યાદવાદમંજરી, પ્રમાણમીમાંસા, ન્યાયદીપિકા, રત્નાકરાવતારિકા, સ્યાદવાદરવાકર આદિ જૈન ન્યાયગ્રંથોનો અભ્યાસ કર્યો તેમાં કેટલાંક ગ્રંથો તે કંઠસ્થ કરી લીધા હતાં. ત્યાર બાદ જીરા ગામમાં “સ્યાવાદમંજરી” નામનો મહાન દાર્શનિક ગ્રંથ વ્યાખ્યાનમાં જનપ્રિય ભાષામાં વાંચ્યો. આનું નામ જ ન્યાયવિશારદ'
દયાનંદસરસ્વતીના સત્યાર્થ પ્રકાશની સામે “દયાનંદ કુતર્ક તિમિર તરણી નામનો ગ્રંથ રચ્યો. આ ગ્રંથ મુનિશ્રીએ ઉર્દૂ ભાષામાં રચ્યો છે. તેઓનો હિંદી ભાષા, ઉર્દૂ ભાષા પર ખૂબ જ કાબૂ હતો. પરદર્શનમાં-પુરાણ, વેદ, કુરાન, ગ્રંથસાહેબ વગેરેનું પણ સુંદર નિદિધ્યાસન કર્યું હતું.