________________
“મુનિ પતિનું મુનિજીવન
મહામાનવ વિશ્વ અનાદિનું છે. અનાદિ વિશ્વમાં પ્રાણીઓનાં જન્મ અને મરણ એ સ્વભાવિક પ્રક્રિયા છે, પણ તેમાં કઈક એવા મહામાનવો ઉત્પન્ન થાય છે. જે જન્મ-મરણ સામે યુદ્ધ કરે છે અને વિશ્વને જન્મ મરણની બેલડી સામે યુદ્ધ કરવાની હાકલ કરે છે. આવા જ એક પૂજ્યતમ મહાપુરૂષનું આ જીવન છે. જુગજુની વાત નથી. કાળજુની કહાની નથી પણ નજરે જોયેલ હૃદયે અનુભવેલ સત્ય ચરિત્ર છે.
એ કોણ? વિક્રમની ઓગણીસમી સદી હજી પૂર્વાર્ધમાં હતી ત્યારે ભારતવર્ષનું રાજ્યતંત્ર શિથિલ હતું, પણ ધર્મતંત્રને વ્યવસ્થિત રાખનાર-પ્રકાશિત કરનાર એક મહાપુરૂષનો જન્મ થઈ ચૂક્યો હતો. એ હતાં આપણા સૌનાં પરમતારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા.
લાલચંદ ગરવી ગુજરાતમાં અમદાવાદ નજીક ભોંયણીજી તીર્થ છે. ભોંયણીજીથી લગભગ પાંચ માઈલ દૂર બાલશાસન ગામ છે. ગામ નાનું વસતીની સંખ્યા પણ નાની. છતાં સૌ ખાધે પીધે સુખી. દરેક કોમની પ્રજા હળીમળીને રહે. આ ગામમાં એક દંપતિ યુગલ હતું. પતિ પિતાંબરદાસ અને પત્ની મોતી હેન. વિક્રમ સંવત ૧૯૪૦ માં પોષ શુકલ દ્વાદશીની રાત્રિએ લગભગ નવ વાગે મોતીહેને એક પુત્ર રત્નને જન્મ આપ્યો. આ સમયે કર્કનો ગુરૂ અને વૃષને ચંદ્ર હતો. બાલકનું શુભ નામ લાલચંદ રાખ્યું.
આશ્ચર્યકારી બાલક માતાપિતાની સુખદ છાયામાં લાલચંદ્ર વૃદ્ધિ પામવા લાગ્યા. સાથે સાથે તેને શિક્ષણ અને સંસ્કારની તાલીમ અપાવા લાગી. પણ આ બાળક તો એવો કે શિક્ષક એક પાઠ વંચાવે તે એ ચાર પાઠ વાંચી નાંખે.