________________
શ્રી સેમચંદ્ર વિજયજી મ. પૂ. મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી શાંતિચંદ્રવિજયજી મ. આદિ ઉત્સાહી મુનિવરોએ પ્રેસમેટર પ્રુફસંશોધનાદિ કાર્ય ઘણું ઉમંગથી કર્યું છે.
પ્રસ્તુત અનુવાદ ગ્રન્થને ઉપકમ પૂજ્યાચાર્ય ભગવંતના ધર્મમિત્ર વિદ્વદલ્લભ પૂજ્યાચાર્ય મ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે લખી આપે છે.
તેમ તૈયાર થએલ અનુવાદને છપાવવા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ. ના સદુપદેશથી જુદા જુદા ભાગ્યશાળીઓએ ધનવ્યય કરતાં આ પ્રકાશન સુલભ થયું છે. - તેમ ઉપરોક્ત સહાયક તેમ ઉપદેશક મહાત્માએ ઉપરાંત મુદ્રક સુરેન્દ્રનગર ન્યુ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક
શ્રી હસમુખભાઈ જગજીવનભાઈ શેઠને તેમજ ભારે ઉત્સાહી કંપેઝીટર ગ્રુપને ખંત પરિશ્રમ પ્રશંસનીય બન્યું છે.
સવિશેષ તે આ પ્રકાશનની સર્વ વ્યવસ્થા માટે સુરેન્દ્રનગરવાળા શ્રાદ્ધવર્ય ચંદુલાલ ચુનીલાલ વખારીયાના સુપુત્ર મહેન્દ્રભાઈહર્ષદભાઈ સુરેશભાઈ તથા શ્રીયુત બીપીનચંદ્ર રતિલાલ તથા શાસનરસિક પુષ્કર ધારશીભાઈ વેરાની શ્રુત ભક્તિ પ્રશંસાઈ બની છે.
આમ જ્ઞાત-અજ્ઞાત સંત, મહાત્માઓ તેમ સવ્રુહસ્થની સેવા, મમતા, લાગણી આ પ્રકાશનમાં નિમિત્ત બની છે.
એ જ અમારું આ પ્રકાશન સર્વને કલ્યાણકર બને એજ મનીષા.
' લી, પ્રકાશક