________________
૪૮ ]
|ઃ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ શરણ રહિત જંગલમાં કરૂણ શબ્દથી પશુગને પણ રડાવતી રૂદન કરે છે. પિતાને પોતે જ આશ્વાસન આપી સુધા, પિપાસાને સહન કરતી જંગલના ભયથી ઉદ્વેગ પામેલી,નમસ્કાર મહામંત્રને ગણતી, ત્રણ ચાર વગેરે ઉપવાસની તપશ્ચર્યા વડે આત્માને ભાવના ભાવતી, પારણામાં ફલે. વડે એકાસણને કરતી દિવસો પસાર કરે છે. એ પ્રમાણે ત્રણે હજાર વર્ષ સુધી તપસ્યા વડે કાલને પસાર કરી, પરૂપ સંલેખનાથી અત્યંત કુશ દેહવાળી ચાલવા માટે પણ અસમર્થ થઈ. તે વખતે ચારે આહારનો ત્યાગ રૂપ ભક્તનું પચ્ચખાણ રૂપ અનશન અંગીકાર કરે છે. દુઃખમાં પણ પડેલી તે “સાત હાથના અવગ્રહની બહાર મરણોતે પણ ન જવું” એ પ્રમાણે અનશન કરીને રહી છ દિવસ પછી તેના પિતાને મત્ર દાસ નામને બેચર મેરુ શિખર ઉપર જિનેશ્વર ભગવંતને વંદન કરી, પાછા ફરતે તે વનમાં આવ્યા અને તેને જુએ છે. જેઈને ઘેર આવવા માટે કહે છે, પણ ચારે આહારનો ત્યાગ કરેલ હોવાથી નિષેધ કરે છે. તે વખતે તે ખેચર, ચકવર્તી પાસે આવીને સર્વ વૃત્તાંત કહે છે. પરિવાર સહિત ચક્રવર્તી, દાસ ખેચરની સાથે ત્યાં આવે છે, તે સમયે શ્યામ અને ભયંકર યમરાજના બાહુદંડ સરખા અજગર વડે અડધી ગળી જવાએલી તેણને જોઈ. એટલામાં અજગરના વધ માટે ચકવર્તી આદેશ આપે છે, તેટલામાં તપથી કુશ દેહવાળી, નજીકમાં મૃત્યુ પામનારી, કર્ણો રસથી ભરેલી બાળા મા મંદ વાણીએ કહે છે, “મેં અનશન ગ્રહણ કર્યું છે તેથી