________________
૨૯૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મુખેથી બધી વાત સાંભળીને વિચાર કર્યો કે–ખરેખર આ બ્રાહ્મણ પિલા સોનીથી વિડંબના કરાયેલે જરૂર મરશે. માટે આ બ્રાહ્મણને કઈ પણ ઉપાયે બચાવવું જોઈએ. આમ વિચારી આ વાનર સર્પ પાસે ગયે અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સર્પ બેત્યે તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. એમ કહી તે સર્ષ રાજાના ઉદ્યાનમાં જઈને રાજાના કુળના આધારભૂત રાજકુમારને ડ, દંશ માત્રથી તરત તે કુમાર શબની જેમ ચેતન રહિત થઈને પૃથ્વી પર પડે. રાજપુરૂષે બૂમ પાડતા પાડતા રાજાની આગળ આવી રાજાને કહ્યું. રાજા પણ હવેં શું કરવું ? તે વિચારમાં મૂઢ બની ગયે. અનેક મંત્રવાદીઓને બોલાવ્યા તે સર્વેએ પણ મંત્રના બળથી વિષ ઉતારવાના પ્રયત્ન કર્યા પરંતુ નપુંસકની આગળ તરૂણીના વિલાસની જેમ તે નિષ્ફળ ગયા, રાજા વિલાપ કરવા લાગ્યું. તે વખતે કેઈએ કહ્યું, કે-રાજન ! નગરમાં પડહ વગડાવે. કેઈ પણ ગુણવાન મળી આવશે. રાજાએ નગરમાં પડહ વગડા, કે-“જે કેઈ કુમારને જીવાડશે તેને રાજા લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ પ્રમાણે પડહ વાગતે વાગતે જ્યાં રાજપુરૂષે તે બ્રાહ્મણને ગધેડા ઉપર બેસાડીને ફેરવી રહ્યા છે. ત્યાં આવ્યું. તેવામાં નાગદેવતાએ દૈવીશક્તિથી અદશ્યપણે રહી ત્યાં આવીને પેલા બ્રાહ્મણના કાનમાં કહ્યું કે હે બ્રાહ્મણ ! હું રાજકુમારને જીવાડીશ.” એવી પ્રતિજ્ઞાપૂર્વક તમે પડહને સ્પર્શ કરે. હું તે જ સર્પ છું, તે વખતે અમે ત્રણે જણાએ કહેલું વચન તમે ન માન્યું તેથી