________________
૨૮૨]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છત્રીસ લક્ષણે ધારણ કરનારા હોય છે. પૂર્ણ ખાત્રી વગર આ લે કે અહીં આવે નહીં, હવે હું એ લેકેની સાથે જઉં અને તેઓએ કહેલું કરું તે તેઓ મને તે એક ધડી, બે ધડી, કે વધારેમાં વધારે ત્રણેક ધડી જેટલું સેનું આપશે અને બાકીનું સાત પેઢી સુધી ચાલે તેટલું સર્વધન તે આ લેકે ગ્રહણ કરશે. ઘણું ધન હોવાથી મારે ઘરે તે અધુ પણ આવશે નહી. “સંધનારીને ધુમાડે. એ કહેવત પ્રમાણે હું તે થોડુંક જ લઈને આવીશ. તેથી બુદ્ધિ વડે હું એવું કરું કે-સર્વધન મારું થાય ત્યારે જ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક થાય. આ ચારે પારકાના ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા હોય છે, તેથી તેઓને ઠગવામાં શો દોષ? “ઘણું લેકને દુઃખ આપનારાઓને તે નિગ્રહ કરે જ જોઈએ એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ એરેના બાપદાદાએ કાંઈ થાપણ મુકેલું નથી કે-જેથી લેક વિરૂધ્ધ કર્યાનું પાપ લાગે, માટે તેઓને નિંગ્રહ કરી તે સર્વ ધન હું મારે સ્વાધીન કરું. મારા ભાગ્યથી આકર્ષાઈને જ લક્ષ્મી અહીં આવી છે, માટે મુખમાં આવેલું આ કેમ છોડી દેવાય? આ પ્રમાણે વિચાર કરી તેણે ચોરેને કહ્યું કે હે સ્વામી! ઠાકરે! આજે હજુ મેં સાંઝે ભેજન કર્યું નથી, ભેજન તે હવે હમણાં જ થોડી વારમાં તૈયાર થશે, વળી તમે પણ ભૂખ્યા હશો અને આ કામ પણ ઘણી મહેનતથી સાધ્ય થાય તેવું છે, વળી ભૂખે માણસ વધુ બળ પણ દર્શાવી શકતા નથી અને બળ વગર કાર્ય પણ સિદ્ધ