________________
લક્ષમી અને સરસ્વતીને સંવાદ
[ ૨૭૩ મને ભાગ પણ આપ નહી અને હું ભાગ માગીશ પણ નહી. તેથી તારે મને ભાગ આપ પણ નહી પડે અને તું જ સુખી થા? આ પ્રમાણે કહી બીજે જલદી ગામ તરફ ચાલ્યો અને પહેલે તે તેનાથી જુદો પડી તે શિલા પાસે ગયે. ત્યાં તેણે રેતીમાં દબાયેલ શિલાને સુવર્ણમય એક ભાગ છે, આ જોઈને તે મનમાં વિચાર કરવા લાગે –“અહો ! બહુ સારું થયું કે મારે મિત્ર ચાલી ગયે. જે કદાચ સાથે આવ્યા હતા તે તેને ભાગ આપ પડત, મારા પુણ્યને ઉદય જાગે, હવે હું જોઉં તે ખરે, આ સુવર્ણ શિલા કેટલી મોટી છે?’ એમ વિચારીને તે રેતીને હાથ વડે દૂર કરીને જુવે છે. તે અપરિમિત મેટી સુવર્ણ શિલાને જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જે થયું અને વિચાર કરવા લાગે-“અહો ! મારૂં ભાગ્ય અદ્દભુત છે, કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા ઉપર વિધાતા પ્રસન્ન થયેલ છે. આના લાભથી તે હું રાજ્ય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘોડા, પાયદળ વગેરે સૈન્ય તૈયાર કરીશ. પછી બલવાન થઈને હું અમુક દેશ જીતીને રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર પુરૂષની જેમ આંધ્યાનમાં તલ્લીન થઈને વિચાર કરવા લાગે કે-“કેઈપણ ઉપાયથી આ સુર્વણ ગ્રહણ કરૂં.” આ પ્રમાણે વિચારતે તે ત્યાં જ ઉભે રહી તર્ક વિતર્ક કરવા લાગ્યું. બીજે સેવક પણ ગામ તરફ ચાલતા ચાલતા વિચાર કરવા લાગ્યું. રાજાએ અમને બન્નેને આજ્ઞા કરીને મોકલ્યા છે. તેમાંથી હું એકલે