________________
૨૭૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છે, ન મળે તે ખેદ પામે છે અને ફરીથી પણ મારા માટે જ વિવિધ પ્રકારની ઉત્કૃષ્ટ કલાઓ દેખાડે છે, મારી પ્રાપ્તિ ન થાય તે પણ અનેક પ્રકારની ખુશામત કરે છે, ન કરવા લાયક કાર્યો પણ કરે છે. સેવા કરવા લાયક ન હોય તે પણ તેની સેવા કરે છે. તેમજ વિદ્વાનમાં જે કાંઈ દૂષણ હોય છે તે દૂષણ નિંદનીય થાય છે, પણ જેઓ મારા સંગ વાળા થાય તે તેઓના દેશે પણ ગુણ રૂપે ગવાય છે અને હું ન હૈઉતે પુરૂષના ગુણ પણ દેષ રૂપે જ પરિણામ પામે છે. સર્વ લેકે પણ મારી પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉદ્યમ કરે છે, અતિ દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવા કાર્યો પણ ઉત્સાહથી કરે છે. તેમાં જે કદાચ પાપના ઉદયથી કાર્યની સિદિધ ન થાય તે પણ પ્રયત્ન મુકતાં નથી, સેંકડે અને હજારો વાર નિષ્ફળ જાય અને મહાદુઃખ અને મહાકલેશને પામે, તેમજ પ્રાણના સંકટમાં પડ્યાં હોય છતાં પણ મારી અભિલાષા મૂકતા નથી. જે કે હું નિરંતર અનેક અસહ્ય અને નિંદ્ય અનેક કષ્ટ આપે તે પણ તેઓ મારાથી વિમુખ થતાં નથી અને મારા અનુકૂળ થથેલા જ દેખાય છે. માત્ર એક દ્રવ્યાનુયોગવાળા આધ્યાત્મિક ધર્મ શાસ્ત્રો વિના બીજા જેટલાં શાસ્ત્રોના સમૂહો છે, તે સર્વેમાં પ્રાયે મારી પ્રાપ્તિના જ ઉપાય અને મારા જ વિલાસે વર્ણવ્યા છે. માત્ર એક મુનિજને સિવાય બીજા સર્વે સંસારી જીવે શ્રીમંત પુરૂષની સેવા કરે છે. કહ્યું છે કે-વવૃધ્ધ, તપસ્યા વડે વૃધ, અને બહુ જ્ઞાનથી વૃધ્ધ પુરૂષ તે સર્વે બહુ