________________
૨૬૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આંગણામાં વિતંડાવાદ શા માટે માંડયા છે? માટે અહીથી બધા ઉડી જાઓ નહીં તેા સેવક પાસે ગળે પકડીને કઢાવી મૂકાવીશ માટે અહી બેસશેા નહી, જલ્દી ચાલ્યા જાએ. આ પ્રમાણે શેઠનું અનાદરવાળું વચન સાંભળી વિલખા થઈ તે સવે શેઠની નિંદા કરતાં ઉઠયાં. પેલે બ્રાહ્મણ પણ લક્ષ્મીનું આગમન થયું. જાણી ઉડીને વનમાં ગયા.
શેઠ ઘરમાં આવી વૃદ્ધા પાસે ખેલવા લાગ્યા-હે માતા ! આપના કાનમાં શૂલ ઉત્પન્ન કરનાર પેલા બ્રાહ્મણને મે કાઢી મૂકયા, સર્વાં લોકો પણ પોત પોતાના ઘરે ગયા, માટે હું માતા! હવે સુખેથી અહીં રહેા. વૃધ્ધાએ વિચાર્યું કેસરસ્વતી તો અપમાન પામીને ગઇ, હવે હું પણ ત્યાં જઈને પેાતાના ઉત્કર્ષનું સ્વરૂપ પૂછું, એમ વિચારીને વૃધ્ધાએ શેઠને કહ્યું કે આ ઝોળી સાચવીને સારે ઠેકાણે મુકેશ. હું હમણાં દેહની ચિંતા માટે જંગલમાં જાઉં છું.’ શેઠે કહ્યું કે-‘હું જલનુ પાત્ર લઈને તમારી સાથે જ આવું છું. ત્યારે તે ખેલી કે-તે ચેાગ્ય નથી. લેાકેા પણ આવુ જોઈને ચર્ચા કરે, તેમજ તમારે નગરશેઠને આવું કરવું ઉચિત નથી, માટે હું એકલી જ જઈશ, દેહની ચિ'તા વખતે મને મનુષ્યની સાખત પણ પસંદ નથી. શેઠે કહ્યું કે- મારે તે આપની આજ્ઞા પ્રમાણ છે. તેમાં કઈ યુકિત કરાય નહીં. તેમ કહીને જલપાત્ર ડોશીમાને આપ્યુ. ડોશી જલપાત્ર લઇને ઘરમાંથી નીકળી જ્યાં સરસ્વતી છે તે વનમાં ગઈ.
b.