________________
ર૫૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કહેવા લાગી કે-“અરે રંડે! ડોશી કેમ બરાડા પાડે છે? અમૃત પાનની જેમ સંસારની પીડાને હરનારૂં ધર્મ વચન સાંભળતી એવી અમને કેમ અંતરાય કરે છે? તારે શું જોઈએ છે? તે કહે અને લઈને અહીંથી ચાલી જા.” આ સાંભળીને ડેલીએ કહ્યું કે હે પુણ્યવતી ! સૌભાગ્યવતી ! ધર્મ સાંભળવાનું ફળ દયા છે, દયા વિના સર્વ વૃથા છે. માટે દયા કરી મને જલપાન કરાવ, મને ઘણું તરસ લાગી છે, મારે કંઠ તૃષાથી બહુ જ સૂકાય છે. તે સાંભળીને વહુએ તરત જ પાણીને લેટો ભરી લાવીને કહ્યું કે–લે તારું પાત્ર જલ્દી બહાર કાઢ, પાણી આપીને મારે જવું છે, હાલમાં મારે ચિંતામણિ રત્નની પ્રાપ્તિ કરતાં પણ અધિક ધમ શ્રવણને કાળ જાય છે, તેથી પાણી લઈ અહીંથી જલ્દી ચાલી જા. ડેશીએ કહ્યું કે- “બહેન હું ઘરડી છું, તેથી ધીમે ધીમે પાત્ર કાઢું છું.” આ પ્રમાણે કહી તે ડોશીએ પિતાની ઝોળીમાંથી રત્નમય પાત્ર બહાર કાઢી તેને પિતાના હાથમાં રાખી જલ લેવા માટે પિતાને હાથ લાંબો કર્યો. તે વખતે તે વહુ તેજના સમૂહથી દેદીપ્યમાન લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કઈ વખત નહી દીઠેલું પાત્ર જોઈને અતિ વિસ્મય ચિતવાળી તે બેલી. “હે વૃદ્ધ માતા!” તમારી પાસે આવું રત્નમય પાત્ર હોવા છતાં પણ તમે દુઃખી કેમ થાઓ છો? શું તમારું અહિંયા કઈ પણ નથી?”. ત્યારે વૃધ્ધાએ કહ્યું, કે- “હે કુલવતી ! મારે પહેલાં તે ઘણા પુત્ર પૌત્ર હતા, પણ સર્વે મરી ગયા છે, હું શું કરૂં? કર્મની ગતિ વિચિત્ર છે, કેણ જાણે કે શું થયું