________________
૧૨ ]
: પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આપ્યું. પ્રેમ પૂર્વક પૂછ્યું કે તમે ક્યાંથી આવેલા છે? તેણીએ કહ્યું કે હે પૂજ્ય ! વિધ્યપૂરથી. તેઓએ કહ્યું કે કેના અતિથિ છે? તેણીએ કહ્યું, તે પણ હું જાણતી નથી. તેથી તેનું રૂપ લાવણ્ય અને શ્રેષ્ઠ લક્ષણને જોતી અને તેવા પ્રકારના તેણીના કરૂણવચનને સાંભળતી સાધીઓને દયા ઉભરાઈ. તેઓએ કહ્યું કે જે આ નગરમાં તમારું કેઈ નથી તે અહિં આવો અને અમારી પ્રવતિની સાધ્વીના અતિથિ થાવ “આપે મારી ઉપર ઉપકાર કર્યો” એ પ્રમાણે કહેતી તેણુએ સાધ્વીના વચનને સ્વીકાર કર્યો અને તેમની સાથે ગઈ માર્ગમાં આવતી તેણીને પ્રવર્તિની સાધ્વીએ જોઈ અને પ્રવતિની સાવીએ વિચાર કર્યો કે આ કઈ દુઃખી છે અને ઘણા સુંદર રૂપ, લાવણ્ય, મનોહર, યૌવન અને લક્ષણથી શેભતી જણાય છે. તેથી કઈ રાજાની પુત્રી હેવી જોઈએ અને તેણીની પાસે આ ઘણેજ સુંદર પુત્ર છે. રાણીએ પણ પાસે જઈને પ્રવતિનીને વંદન કર્યું.
- પ્રવર્તિનીએ આશ્વાસન આપ્યું, અને પુછયું. કયાંથી આવ્યા છે? તેણીએ પિતાને સર્વવૃતાંત પ્રવર્તિની સાધ્વીને કહ્યો. ત્યાર પછી શય્યાતરના ઘરમાં તેઓને આવીને કહ્યો. ત્યારે સતત પ્રવૃતિની સેપ્યા. શય્યાતરી સ્ત્રીઓએ પિતાની પુત્રીની જેમ માની તેને શ્રમ રહિત કરી અને રાજપુત્રને પણ સ્નાન કરાવી, ભેજન આપી, સારા વસ્ત્રો પહેરાવી, સુખેથી રાખે. ઘેડા
૧ શાતર-જે વસતિમાં સાધ્વીઓ રહેલ હોય તે વસતિનો માલિક.