________________
૨૫૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મસ્તક ધૂણાવતે સ્થિર ચિત્તે સાંભળે છે. તે વખતે માર્ગમાં જતાં આવતાં લોકો પણ તે વાણી સાંભળી રાગથી ખેંચાઈ સ્થિર મને તેની વાણી સાંભળી રહ્યા છે. જેઓ શાસ્ત્ર વિશારદ અને શાસ્ત્રોના પરમાર્થને કંઠે રાખનારા પંડિત હતા. તેઓ પણ ત્યાં આવી તેની વાણી સાંભળવા લાગ્યા. આ પ્રમાણે તેની નવા નવા ભાવોથી શોભતી બુદ્ધિની પટુતાવાળી સર્વ મુખી વાણીની કુશળતાને જોઈને તે પંડિતે પિત–પિતાની નિપુણતાને ગર્વ તજી દઈ બ્રાહ્મણની વાણીની પ્રશંસા કરવા લાગ્યા, “અહો !! આ બ્રાહ્મણ અન્ય રૂપે આવેલા શું બ્રહ્મા છે? અહો !આ સર્વ રસેની મૂર્તિ છે? અહા ! આનું ચમત્કાર બતાવવાનું કુશલતા પણું ? અહે ! આની અત્યંત કઠીન અને ગંભીર અર્થને શ્રોતાના હૃદયમાં સરળતાથી ઉતારવાની શકિત?” આ પ્રમાણે અનેક લેકે પ્રશંસા કરતાં, પિત પિતાના ઘરનું કાર્ય ભૂલી જઈ આહાર પાણીની ઈચ્છાનો ત્યાગ કરી કાન સરવા કરી સાંભળવા લાગ્યા, આ પ્રમાણે સાંભળતા એવા તેઓને સવા પહેાર પૂર્ણ થયે. આ સમયે નગરની બહાર ઉપવન નમાં રહેલી લક્ષ્મીદેવીએ મનમાં વિચાર કર્યો–આ સરસ્વતીએ નગરમાં જઈને પિતાની શક્તિનું બળ બતાવ્યું હશે હવે હું ત્યાં જઈને તેની શક્તિના પ્રભાવને વિનાશ કરૂં.'
“લક્ષ્મીની માયા– આ પ્રમાણે વિચાર કરી લહમીદેવીએ એક વૃધ્ધાનું રૂપ ધારણ કર્યું. તે રૂપ કેવું છે કે-ઘડપણ વડે શરીર સંકે