________________
૨૪૬ ]
પ્રાકૃત વિજ્ઞાનક કથાઓ કાર્ય કરવા લાગ્યા. આ પ્રમાણે વારંવાર તેઓ મશ્કરીપૂર્વક બોલતા અટકતા નથી. તેટલામાં “કુશિક્ષણવાળા આ લેકે શિખામણ લે” એમ વિચાર કરી સાધુઓએ એકાંત પ્રદેશમાં રહેલા ચંડરૂદ્રાચાર્ય આ અમારા ગુરૂ દીક્ષા આપશે એમ કહ્યું. તેથી તેઓ કડાપ્રિય હોવાથી આચાર્ય મહારાજ પાસે ગયા અને પૂર્વની માફક આ શેઠના પુત્રને દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે, એ પ્રમાણે કહ્યું, આ મહાપાપીઓ મારી સાથે પણ મશ્કરી કરે છે, તેથી ચિત્તની અંદર ઉત્પન્ન થયેલા અત્યંત કેધવાળા આચાર્ય મહારાજે કહ્યું, જે એ પ્રમાણે હોય તે મને થોડી જલ્દી રાખ આપે. તેથી તેના મિત્રએ કયાંયથી પણ જલદી રાખ લાવીને આપી, પછી શેઠના પુત્રને પિતાના હાથ વડે મજબુત પકડીને નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરતાં સુરિ ભગવંતે લેચ કરવાને પ્રારંભ કર્યો. ભવિતવ્યતાના વેગથી જ્યારે મિત્રો કંઈ પણ બોલતા નથી અને શેઠને પુત્ર પણ કંઈ બોલતું નથી, તેથી આચાર્ય ભગવંતે સંપૂર્ણ માથાને લેચ કર્યો. તે વખતે શેઠના પુત્રે કહ્યું,
હે ભગવંત! અત્યાર સુધી તે મશ્કરી હતી પરંતુ હાલમાં સંયમ પ્રત્યે મને સદ્ભાવ જાગે છે, તેથી આપ મારા ઉપર કૃપા કરે અને સંસાર સમુદ્રને તરવામાં નાવ સમાન મેક્ષ સુખને આપનાર, જગતગુરુ જિનેશ્વર ભગવંતે કહેલી ભાવપ્રધાન દીક્ષા મને આપે.” આ પ્રમાણે કહે, છતે આચાર્ય મહારાજે તેને દીક્ષા આપી, તેના મિત્રો મુંઝાયેલા પિતાના સ્થાને ગયા. તે વખતે નવદિક્ષિત