________________
સ્વયંભુદત્તનીકથા : ૧૦૬
[ ૨૪૧
તની ખાઈ સરખી અક્ષરની શ્રેણિને જેટલામાં આલે છે તેટલામાં સૂર્યના કિરણેાના સમુદાયથી જેમ અંધકાર નાશ પામે તેમ આ મહા ભયંકર સત્તુ વિષ નાશ પામ્યું. તે પણ “તેલે જાગે તેમ નિર્માળ દેહવાળા ઉભે થયા. આ મુનિવરે મને જીવિત દાન આપ્યું એ પ્રમાણે અત્યંત રાગવાળા બહુમાન પૂર્વક તે સાધુને નમસ્કાર કરી કહેવા લાગ્યા-હે ભગવત ! અત્યંત ભયંકર જગલી જતાવરીથી ભરેલી આ અટવીમાં મારા પુણ્યથી આપને અહિં નિવાસ થયો, એમ હું માનું છું, કદાચ તમેા અહિં ન હેાત તે મહા ભયંકર ઝેરી સર્પના ઝેરીથી ચૈતન્ય રહિત થયેલા મને કેવી રીતે જીવન મળત ? કયાં મરૂભૂમિ અને કયાં ઘણા ફળેાથી સમૃધ્ધ કલ્પવૃક્ષ ? કયા દરિદ્રનું ઘર અને ત્યાં જ રત્નનિધિ કયાં ? તેમ અત્યંત દુઃખી એવા હું કયાં ? અને અત્યંત મહા પ્રભાવશાળી આપ કયાં ? અહા વિધિની વિચિત્રતાના પરમાં આ જગતમાં કાણુ જાણી શકે ? હું ભગવંત ! મહા ઉપકારી એવા આપના ગરીબ એવા હું કયું કામ કરવાથી અઢલેા વાળી શકુ?
મુનિ ભગવંતે કહ્યું કે—હે ભદ્ર! જો તું ઋણુથી મુક્ત થવાની ઇચ્છા કરે છે તેા હવે તુ આ નિર્દોષ પ્રવજ્યા દીક્ષા ગ્રહણ કર, આ દીક્ષા ગ્રહણ કરવાથી તમે મારા ઉપર ઉપકાર કર્યાં જ છે. એમ હું માનું છું. અન્યથા તે મુનિ ભગવાને અસ’યમીની ચિંતા અધિકાર જ નથી.
કરવાના