________________
સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪
[ ૨૨૫ થાય છે. પછી તે પુરૂષે ઉડી પાછો જઈ અંબડની આગળ સર્વ વૃતાંત કહ્યો. ત્યાર પછી અંબડ પણ સુલતાને ધર્મમાં સ્થિર જાણી “અહો ખરેખર જે વીર ભગવંતે સભા સમક્ષ પિતે ધર્મલાભ આપે તે યુક્ત છે, કારણ કે–આવી રીતે મારા વડે ચલિત કરાયેલી પણ આ સુલસા શ્રાવિકા મનથી પણ ચલિત થઈ નહિ. આ પ્રમાણે વિચાર કરી પિતાની માયાજાળને સંહરી પોતાના મુળ રૂપથી સુલસાના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં તેને આવતા જોઈ સુલસા પણ સાધર્મિક ભક્તિના રાગથી જલ્દી ઉઠી તેની સન્મુખ જઈ,
હે ત્રણ જગતના ગુરૂ એવા શ્રી વીર ભગવંતના ઉપાસક! તમારું સ્વાગત થાવ.” આ પ્રમાણે કહેવા પૂર્વક તેના પગનું પ્રક્ષાલન કરાવીને પોતાના ઘર દેરાસરના શૈત્યમાં દેવવંદન કરાવ્યા. આ પ્રમાણે સન્માન કરાયેલ અંબડ પણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરી તેણુને કહ્યું, કે-“મહાસતી ! આ ભરતક્ષેત્રમાં તું એક પુણ્યવતી છે. જેથી તમને શ્રી મહાવીર સ્વામીએ પિતે જ મારા મુખથી ધર્મલાભ કહેવડાવ્યા છે.” આ સાંભળી તેણી અતિશય આનંદવાળી, ભગવંતની વિહારની દિશામાં સન્મુખ થઈ, મસ્તકે અંજલી કરી શ્રી વીર ભગવંતને હૃદયમાં સ્થાપન કરી પ્રશસ્ત વાણીથી સ્તુતિ કરી. ત્યાર પછી અંબડે વિશેષે કરી તેને અભિપ્રાય જાણવા માટે આ પ્રમાણે ફરીથી તેને કહ્યું –
અહિં આવ્યા પછી લેકનાં મુખથી આ નગરીમાં બ્રહ્મા આદિ દેવતાઓના આગમનની વાર્તા મેં સાંભળી, તે ત્યાં તેઓના દર્શન માટે તમે શું ગયા કે નહિ? તે વખતે તેણીએ કહ્યું, કે-હિ ધર્મજ્ઞ! જેઓ શ્રી જિનેશ્વર ભગવંતના