________________
દમસાર મુનિની કથા : ૧૦૨
[ ૨૧૧
વંતે કહ્યું-કે હે દમસાર! અમારા સમુદાયમાં કેઈ સાધુ કે સાવી કષાય કરે છે તે પિતાને સંસાર વધારે છે. અને જે ઉપશમ પામે છે તેને સંસાર અલ્પ થાય છે. આ પ્રમાણે વચન સાંભળી દમસાર મુનિ કહે છે કે- હે ભગવંત! મને ઉપશમના સારવાળું પ્રાયશ્ચિત આપે. તે વખતે ભગવંતે તપશ્ચર્યા કરવા રૂપ પ્રાયશ્ચિત આપ્યું. ત્યાર પછી દમસાર મુનિ સંયમ અને તપથી પિતાના આત્મરમણતામાં રમતાં વિચરે છે. તે વખતે પ્રમાદ જનિત દેષની નિંદા કરતા, ગહ કરતા શુભ ધ્યાનથી તે દમસાર મુનિને સાતમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ તેમને મહિમા કર્યો ત્યાર પછી દમસર મુનિ ઘણા લેકેને પ્રતિબંધ કરી બાર વર્ષ સુધી કેવલી પર્યાય પાલન કરી અંતે સંલેખના કરી સિદ્ધિ પદને પામ્યા.
ઉપદેશ – પરમ ઉપશમ ગુણથી ભૂષિત દમસાર મુનિનું બધ કરનારું દષ્ટાંત સાંભળી હે ભવ્ય જ! તમે પણ હંમેશા ઉપશમ ભાવને ધરનારા થાઓ.
ઉપશમ ગુણ ઉપર દમસાર મુનિની ૧૦૨ એક બેમી કથા સમાપ્ત.
–આત્મ પ્રબોધમાંથી,