________________
૧૯૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ એવા શાશ્વત સુખને પામ્યા. અનાદિકાળથી સ્થાવરપણામાંએકેન્દ્રિયપણામાં રહેલ મરૂદેવમાતાને જીવ “આ અવસપિમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી પ્રથમ સિદ્ધ થયા.” આ પ્રમાણે કહીને તેનું શરીર દેએ ક્ષીર સમુદ્રમાં નાખ્યું. મરૂદેવા માતાનું આ દષ્ટાંત જાણીને કેટલાક કહે છે કે તપ સંયમ વગેરે વિના જેવી રીતે મરૂદેવમાતા સિદ્ધિપદને પામ્યા તેવી રીતે અમે પણ મેક્ષમાં જઈશું આ પ્રમાણે મૂઠ પુરૂષે આવું આલંબન ગ્રહણ કરે છે. પણ આવું આલંબન વિવેકી પુરૂષએ ગ્રહણ કરવું જોઈએ નહીં. કારણ કે તે મરૂદેવામાતા અનાદિકાળથી સ્થાવરમાં રહેલા કયારે પણ ત્રસભવને નહીં પામનારા તેમજ તીવકર્મને નહીં બાંધનારા તેથી અત્યંત લઘુકર્મવાળા હતા. તેથી જ કેવળ વિશુદ્ધ ભાવનાથી સિદ્ધિપદને પામ્યા. અનંત જીવે મેક્ષમાં ગયે છતે આ કેઈક જીવ ભાગ્યે જ મેક્ષમાં જનાર થાય છે.
ઉપદેશ –સંસારની અસારતાના સ્વરૂપને બતાવનાર મરૂદેવા માતાનું દૃષ્ટાંત જાણું હે ભવ્ય છે ! તમે પણ હંમેશ ચિત્તમાં આવી વિશુદ્ધ ભાવના ધારણ કરે.
ભાવ વિશુદ્ધિ ઉપર શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરૂદેવાની કથા ૯૮ મી સમાપ્ત
-ઉપદેશ માલામાંથી,