________________
કુર્મા પુત્રની કથાઃ ૯૪
[ ૧૬૯ અને તે પિતાના માતા-પિતા એવા મુનિના કંઠમાં વળગી રૂદન કરવા લાગ્યું. તેને યક્ષિણીએ મધુર વચનોથી ઉપદેશ આપી રેતા એવા તેને શાંતિ આપી. પછી તે દેવી પિતાના માતા-પિતાના દર્શનથી આનંદ પામેલા કુમારને કેવળી ભગવંત પાસે બેસાડે છે.
હવે કેવળી ભગવંત તે સર્વને ઉપકાર કરનારી ધર્મદેશના આપે છે-“જે ભવ્ય જીવ મનુષ્યભવ પ્રાપ્ત કરી ધર્મમાં પ્રમાદ કરે છે, તે ચિંતામણિ રત્ન મેળવી સમુદ્રમાં ગુમાવી દે છે. જેઓ જિનધર્મને પિતાના હૃદયમાં ધારણ કરે છે, તે જ ધન્ય છે અને પુણ્યશાળી છે. તેઓનું મનુષ્યપણું લેકમાં વખણાય છે. આ પ્રમાણે દેશના સાંભળી યક્ષિણીએ સમ્યક્ત્વ સ્વીકાર્યું અને કુમારે ગુરૂ ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી તે સ્થવિર મુનિ પાસે ચૌદપૂર્વ ભણે છે દુષ્કર તપ કરતાં તે, મુનિ એવા માતા પિતાની સાથે વિચરે છે. આ પ્રમાણે તે કુમાર તેના માતા-પિતા ત્રણે જણા ચારિત્ર પાળી મહાશક દેવલેકમાં મંદિર નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તે યક્ષિણી દેવી પણ ત્યાંથી એવી વૈશાલી નગરીમાં ભ્રમર રાજાની સ્ત્રી નિર્મલ શીલને ધારણ કરનારી કમલા નામે થઈ. ભ્રમર રાજા અને કમલાદેવી બન્ને જણ જિનમ ગ્રહણ કરી અંતે મરણ પામી શુભ ધ્યાનના પ્રભાવથી તે જ દેવલેકમાં ઉત્તમ દેવ થયા.
અહિં ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું શ્રેષ્ઠ નગર છે. ત્યાં મહેન્દ્રસિંહ રાજા શત્રુરૂપી હાથીઓને વિનાશ કરવામાં સિંહની જેમ રાજ્ય કરે છે. તેને કૂર્માદેવી નામે મહાદેવી છે. વિષય સુખ ભોગવતા