________________
૧૩૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ થવાનું હોય તે જ જે જિનેશ્વર ભગવંતે કહેલે ધર્મ ભાવથી સ્વીકાર કરે છે. આ પ્રમાણે શ્રીમતી દેવી રાજાને ધર્મના માર્ગમાં સ્થાપન કરી રાજાના પુત્રને બે રસ્તે આપી સ્વર્ગમાં ગઈ. ત્યાર પછી સાતે વ્યસનને ત્યાગ કરી ધર્મમાં તત્પર રાજા નગરની મધ્યમાં શ્વેત રત્નમય જિના પ્રાસાદ કરાવી આચાર્ય મહારાજને બેલાવી પ્રાસાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. કારણ કે જિનપ્રાસાદ, જિનપ્રતિમા, તીર્થયાત્રા, પ્રભાવના અને જીવદયાની ઘેષણ એ પ્રાણીઓને મહા પુણ્યને આપનારા છે. એક વખત શિવેરાજા શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને શ્રેષ્ઠ કુસુમ વડે પૂજા કરી જિનેશ્વર ભગવંતની આગળ સુંદર નૈવેદ્ય સ્થાપન કરી ભક્તિથી ભરેલા મનવાળ ઉદાર અને શ્રેષ્ઠ ગુણવાળી સ્તુતિએ વડે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગે. આ પ્રમાણે એક ચિત્તથી વિશુદ્ધ ભાવના ભાવતા તે શિવરાજાને શાંતિનાથ ભગવાન સમક્ષ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાર પછી દેવે આપેલે દિવ્યવેશ ગ્રહણ કરી શિવરાજર્ષિ કેવળી, કેવળ જ્ઞાન વડે પૃથ્વી ઉપર અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી કમે સર્વ કર્મક્ષય કરી મુક્તિપુરીમાં ગયા. ભાવની વિશુદ્ધિ ઉપર કહ્યું છે કે “હાથી ઉપર બેઠેલા સ્વામિની મરૂદેવા માતા, ઋષભદેવ ભગવાનનીઋદ્ધિ જોઈ તે જ ક્ષણે શુભ ધ્યાનથી સિદ્ધિપદને પામ્યા છે. આ પ્રમાણે જે ભાજી શુદ્ધ ભાવથી ભાવના ભાવે છે તે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનને પામી મુક્તિપદને પામે છે.