________________
૧૨૮]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કરતી, મદ્યપાન કરતી, માંસ ખાતી તે શ્રીમતી દેવી રાજમાર્ગ ઉપર પાણીને છાંટતી ધીમે ધીમે ચાલવા લાગી. તે વખતે સભામાં બેઠેલા રાજાએ તેવા પ્રકારની સ્ત્રીને જોઈને કહ્યું “હે મંત્રી ! આ ચાંડાલિની માર્ગમાં પાણી કેમ છાંટે છે? રાજાની આજ્ઞાથી મંત્રીશ્વરે ચાંડાલિની પાસે જઈ પાણીના છાંટા નાખવાનું કારણ પૂછયું,
હે ચાંડાલિ! માંસ-મદિરાનું ભક્ષણ કરનારી તથા હાથમાં મનુષ્યની પરી ધારણ કરનારી, તને રાજા પૂછે છે કે માર્ગમાં પાણી કેમ છાંટે છે?
ચાંડાલિ સભામાં આવી સુંદર વચન બોલતી રાજાસાંભળે તેમ તેણીએ કહ્યું કે-“ખાટી સાક્ષી આપનાર, અસત્ય બોલનાર કૃતન, વિશ્વાસઘાતી અને બહુકેથી, આ માર્ગમાં ચાલ્યા હોય તેથી તેની શુદ્ધિને માટે પાણીના છાંટા નંખાય છે.
મંત્રીએ કહ્યું કે હે ચાંડાલિની! આ પ્રમાણે તું બેલ નહિ, કેમકે ચાંડાલે પાણી વડે સ્નાન કરે છતાં પણ કઈ વખત શુદ્ધ થતા નથી.
ચાંડાલિએ કહ્યું કે બેટી સાક્ષી આપનાર, અસત્યવાદી, કૃતન અને બહુ ઠોધી અને મદ્યપાન કરનાર પાણીથી કેઈપણ વખત શુદ્ધ થતા નથી. કહેલું છે કે–પાણી વડે ઘણીવાર ઘવાયેલું પણ અશુભ મદિરાનું પાત્ર જેમ શુદ્ધ થતું નથી તેમ દુષ્ટ પુરૂષનું અંદરનું અશુભ મન તીર્થના જલથી કદી પણ શુદ્ધ થતું નથી.
આ પ્રમાણે સર્વ વૃત્તાંત મંત્રીના મુખમાંથી સાંભળી