________________
૧૧૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સાથે બોલતી નથી. એ પ્રમાણે ત્રણ માસ પછી શિયાળે આવ્યું. એક વખત જગડુશાહના પુત્ર તાપણું કરવા અગ્નિ પ્રકટ કર્યો તેમાં ઘાસ વગેરે નાખે છે. અહિં બાળકની ચંચળતાથી એક મીણની ઈટ પુત્રે અગ્નિમાં નાખી, મીણ ઓગળી ગયું. તેમાંથી સેનાની ઈટ નીકળી. જગડુશાહની સ્ત્રીએ તે જોઈ નહી બોલતી અને રીસાયેલી પણ જગડુની સીએ ધનના લેભથી જગડુશાહને કહ્યું કે આ તમે જુઓ. રેષ પામેલે જગડુશાહ સામું પણ જેતે નથી તેથી પત્નીએ કહ્યું-આપણું મીણની ઈટ સેનાની ઈટ થઈ તેથી તે તરફ જોયું તે સોનાની ઈટ દેખાઈ તેથી બીજી ઈની પણ પરીક્ષા કરતા બધી સુવર્ણની ઈટ જણાઈ તેથી ગુપ્ત રીતે સુવર્ણની ઈટો ઘરમાં લઈ ગયા. મીણ જુદું કરી વેચ્યું. અને ગણતરી કરતા પાંચ સોનાની ઈંટ થઈ, તેથી તેની ધર્મપત્ની સ્વામીને કહે છે કે ગુરૂ મહારાજને બોલાવી ગુરૂ ભગવંત કહેલા ધર્મમાં ધન વાપરવું જોઈએ, કારણ કે ધન શાશ્વતું નથી. તેથી તેણે ગુરૂ ભગવંતને મોટા મહત્સવપૂર્વક બોલાવ્યા. પરંતુ જગડુશાહે મીણને વેપાર કર્યો છે એમ જાણું ગુરૂ ભગવંત જગડુશાહને ઘરે વહોરવા જતા નથી અને ગુરૂ ભગવતે જગડુશાહને કહ્યું કે અમે વિહાર કરીશું. આ સાંભળી જગડુશાહે ગુરૂ ભગવંતને ઘર દેરાસરમાં દેવવંદન માટે બોલાવ્યા. ગુરૂ ભગવંત ક્ષુલ્લકમુનિ સહિત ત્યાં જઈ તેના ઘર દેરાસરમાં દેવવંદન કરે છે. તે વખતે ક્ષુલ્લકમુનિ કહે છે હે ભગવત જગડુશાહના ઘરમાં શું લંકા આવી છે?