________________
૧૧૦ ]
: પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સન્માન કર્યું. પરંતુ વિષ્ણુદેવ પિતાના સ્થાનેથી ઉભા થયા નહિં તેથી વિનય રહિત તેને જોઈ કેધ પામેલા ભૃગુઋષિ તેની પાસે જઈ તેની છાતીમાં લાત મારે છે. આ પ્રમાણે પ્રહાર કરાયેલા પણ તે વિષ્ણુ કોધ રહિત જલ્દી ઉભા થઈ “તમારા પગને તે પીડા થઈ નથી.” એ પ્રમાણે બોલતા વિષ્ણુ ભૃગુત્રાષિને પગ દબાવવા લાગ્યા. તેથી સહનશીલતા, નમ્રતા અને ક્ષમામાં તત્પર તેને જોઈ ભગુત્રાષિએ કહ્યું “આ વિષણુ સર્વ દેવેમાં મોટા છે કારણ કે જેમાં સહનશીલતા, નમ્રતા, ક્ષમા વિગેરે ગુણે હોય છે તે પુરૂષ જગતમાં ઉત્તમ ગણાય છે. - ઉપદેશ – વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા વગેરે દેશમાં ગુણથી ભૂષિત દેવનું સ્વરૂપ જાણું તે ગુણની પ્રાપ્તિમાં દિવસે દિવસે ઉદ્યમ કરવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની કથા ૭૮મી સમાપ્ત.
-ગુજ૨ કથામાંથી,