________________
વિક્રમાદિત્ય રાજાની ત્રીજી કથા
૭૫
હવે ફરીથી દીવાની જેમ કન્યાના હારને ઉશી જાગી કથા કહે છે. તે પ્રમાણે-નરસાર નગરમાં નરપાલ નામે રાજાને પુણ્યપાલ નામે પુત્ર છે. તે આ નગરમાં પુરાહિત પુત્ર બુધ્ધિસાગર, સુથારના પુત્ર ગુણસાગર, સેનીના પુત્ર રૂપસાર અને વણકરના પુત્ર ધનસાર એ ચારે રાજપુત્રના મિત્ર હતા. એક વખત પિતાના નિર્દેશથી દેશના ત્યાગ કરવાની ઇચ્છાવાળા રાજાના પુત્ર પુણ્યપાલે ચારે મિત્રાને પૂછ્યું. મિત્રોએ કહ્યું, દેહની છાયાની જેમ અમે તમને છેડી શકીશું નહિ. એથી રાજકુમાર તે મિત્રની સાથે નગરની બહાર નીકળ્યા. ક્રમે તેએ ગહન વનમાં આવ્યા. ત્યાં તે ચારે મિત્ર ક્રમે કરી રાત્રમાં પહેરા ભરે છે અને રાજકુમાર સુઇ ગયા. પહેલા પ્રહરમાં સુથારના પુત્ર ગુણસાગર ચંદનના ખંડ ખડ અવયવેાથી શેાભતી દેવ-રમણી જેવી સુંદર એક પુતળી બનાવીને તે સૂઇ ગયા. બીજા પહેારમાં વણકરના પુત્ર ધનસાર ઉડયે તે પણ યથા ચેાગ્ય શ્રેષ્ઠ વસ્ત્રા તે પુતલીને પહેરાવી સૂઈ ગયા. ત્રીજા પહેારમાં સૈાનીને પુત્ર રૂપસાર ઉડયે તે પણ મણ-સુવર્ણ વગેરે અલંકારથી તે પુતળીને શણગારી સૂઈ ગયા. ચાથા પહેારે પુરાહિતને પુત્ર બુદ્ધિસાગર ઉઠયા તેણે પણ મંત્રના ખલથી આકણુ કરી ભગવાન સૂના પ્રયાગથી તે પુતળીને જીવતી કરી ત્યારે પ્રભાત થયું. હું હાર! જીવતી તેણીને જોઇ પાતપોતાનું કરેલું કા રાજાના પુત્ર પુણ્યપાલને જણાવ્યું,