________________
વિક્રમાદિત્ય રાજાની કથા : ૭૩
[ © તીર્થમાં આવી મહેશ્વરદેવની સમક્ષ કહ્યું હ-દેવ આ ! વખતે જે હું મારી પ્રિયાને લઈને આવીશ તે મસ્તકરૂપી કમલથી તમારી પૂજા કરીશ. આ પ્રમાણે કહી જ્યારે તે પિતાની સ્ત્રીને લઈ પાછે ત્યાં દેવમંદિર આગળ આવ્યું
અને મિત્રને કહ્યું–હે મિત્ર! મહાદેવને નમસ્કાર કરી જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે અહીંયા રહેવું. એ પ્રમાણે કડી મહાદેવના મંદિરમાં જઈ તલવારથી પિતાનું મસ્તક છેદી, તે મસ્તકરૂપી કમલથી મહેશ્વરની પૂજા કરી તે મર્યો અને ત્યાં જ પડે, તેને આવવામાં વિલંબ જોઈ મંદિરમાં તેને કેશવ મિત્ર પણ આવ્યું. તેને તેવા પ્રકારે મરેલો જોઈ વિચાર કરે છે કે જે હું આ બાલાને લઈને ઘેર જઈશ તે જરૂર આ સ્ત્રી વિષે આસક્ત થયેલા મિત્રદ્રોહી આ પાપીએ પિતાના મિત્રને માર્યો લાગે છે. એ પ્રમાણે મને કલંક લાગશે. તેથી તે પણ મિત્રની માફક માથું કાપી ત્યાં પડે અને મર્યો. બન્નેને આવવામાં વિલંબ થયે જેઈ અત્યંત ભય પામી તેણી પણ મંદિરમાં ગઈ. તેઓની આવી અવસ્થા જોઈ વિચાર કરે છે જે હું સસરા અથવા પિતાના ઘરે એકલી જાઉં તે સ્વેચ્છાચારી આ સ્ત્રીએ પતિ અને દિયરને હુ લાગે છે, એ પ્રમાણે મને કલંક આપશે. તેથી મારે પણ એએની માફક મરવું
ગ્ય છે. તેથી તે જ તલવારથી પિતાનું માથું કાપવા માટે તૈયાર થઈ ત્યારે તેને મહેશ્વરદેવ પ્રત્યક્ષ થયા. “હું સ્ત્રી હત્યાનું પાપ ગ્રહણ નહિં કરું એ પ્રમાણે કહેતા તેના હાથમાંથી તલવાર લઈ લીધી. “કલંકવાળી અને